દેશની સૌથી મોટી સરકારી બેંકના ખાતેદાર માટે મહત્વના સમાચાર, જાણો વિગત
ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાથી ઓનલાઇન બેંકિંગ ફ્રોડના મામલા ઘણા વધી ગયા છે. કોરોનાકાળમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધ્યો છે. જેને લઈ બેંકો સતત પોતાના સિક્યોરિટી ફિચર્સ અપડેટ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)માં ખાતું ધરાવતાં કરોડો ગ્રાહકો સામે મહત્વપૂર્ણ સમાચાર છે. એસબીઆઈએ (SBI) એક એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આજે મધરાતે આશરે બે કલાક સુધી ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ જેવી અનેક સેવાઓ બંધ રહેશે.
બેંકે શું કહ્યું
એસબીઆઈએ કહ્યું કે, ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટમાં (Digital Payment) કોઈ મુશ્કેલી ન પડે તે માટે બેંકમાં અપગ્રેડેશનનું કામ થઈ રહ્યું છે. જેના કારણે આજે રાતેર ગ્રાહકો બે કલાક સુધી એસબીઆઈના ઈન્ટરનેટ બેંકિંગનો (Internet Banking) ઉપયોગ નહીં કરી શકે. બેંકે આ અંગે ટ્વીટ કરીને કહ્યું ગ્રાહકોને પરેશાન ન થવું પડે તે માટે રાત પહેલા જ પોતાના જરૂરી કામ પતાવી લે.
આવું કર્યું ટ્વીટ
એસબીઆઈએ કહ્યું, 17 જૂન 00.30 થી 2.30 સુધી અમે મેન્ટેન્સનું કામ કરી રહ્યા છે. આ દરમિયાન ઈન્ટરનેટ બેંકિંગ, યોનો, યોનો લાઇટ અને યુપીઆઈ સેવાઓ ઉપલબ્ધ નહીં રહે.
We request our esteemed customers to bear with us as we strive to provide a better banking experience.#InternetBanking #YONOSBI #YONO #ImportantNotice pic.twitter.com/Nk3crZQ2PG
— State Bank of India (@TheOfficialSBI) June 16, 2021
ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાથી ઓનલાઇન બેંકિંગ ફ્રોડના મામલા ઘણા વધી ગયા છે. કોરોનાકાળમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધ્યો છે. જેને લઈ બેંકો સતત પોતાના સિક્યોરિટી ફિચર્સ અપડેટ કરી રહ્યા છે.
ગઈકાલે એચડીએફસી બેંકની એપ હતી ડાઉન
દેશની બીજી સૌથી ખોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકના ગ્રાહકો ગઈકાલે પરેશાન થઈ ગયા હતા. મોબાઇલ બેંન્કિંગ એપ ટેકનિકલ ખામીના કારણે ડાઉન થતાં હજારો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા. બેંકે તેના ગ્રાહકોને આ સમય દરમિયાન નેટ બેન્કિંગનો વપરાશ કરવાની સલાહ આપી હતી અને આ અંગે ટ્વીટ પણ કર્યુ હતું.
બ્લેક, વ્હાઇટ બાદ હવે સામે આવી ગ્રીન ફંગસ, એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન પણ નથી કરતું કામ
WTC Final 2021: ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડનારા કયા ખેલાડીને કોહલીએ ટીમમાં સ્થાન ન આપ્યું ? જાણો વિગત
Coronavirus Cases India: દેશમાં કોરોનાના કેસમાં થયો સાધારણ વધારો, મૃત્યુદર યથાવત