શોધખોળ કરો
Advertisement
રાજ્યસભા ચૂંટણીમાં આજે મતદાન, જાણો શું છે સમીકરણો
નવી દિલ્લી: રાજ્યસભામાં ચૂંટણી માટે શનિવારે એટલે કે આજે મતદાન થશે. નક્કી સીટોથી વધારે ઉમેદવાર મેદાનમાં ઉતર્યા હોવાને કારણે મતદાન કરવાની ફરજ પડી છે. સૌથી વધારે યુપીમાં 11 સીટો માટે 12 ઉમેદવાર છે. આ ચૂંટણી બાદ રાજ્યસભાની કાયાપલટ થશે.58માંથી 31 સભ્યો વિરોધ વિના રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. જ્યારે સાત રાજ્યો વચ્ચે થયેલી 27 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. યુપીમાં 11, રાજસ્થાનમાં 4, મધ્યપ્રદેશમાં 3, ઝારખંડ-હરિયાણામાં 2-2 ઉત્તરાખંડમાં અને 1 દશ્રિણભારતના રાજ્ય કર્ણાટકમાં 4 સીટો માટે મતદાન છે.
વોટના આંકડાના હિસાબે જોઈએ તો સમાજવાદી પાર્ટી 7, બસપા2, કોંગ્રેસ-ભાજપ 1-1 સીટ જીતી શકે છે. ભાજપ સમર્થિત પ્રીતિ મહાપાત્રાના પક્ષમાં છેલ્લી ઘડીએ કોઈ ખેલ ન થયો તો તેમનો વિજય નિશ્ચિત છે.હરિયાણામાં બે સીટો માટે ત્રણ ઉમેદવાર છે. કેંદ્રીય મંત્રી અને ભાજપ નેતા ચૌધરી વિરેંદ્ર સિંહની જીત નક્કી માનવામાં આવે છે. હવે કોંગ્રસે સમર્થન આપ્યા બાદ આઈએનએલડી સમર્થિક ઉમેદવાર આર.કે. આનંદની જીત પણ લગભગ નક્કી ગણાય રહી છે. હરિયાણામાં એક સીટ જીતવા માટે 31 ધારાસભ્યો જોઈએ. ભાજપ એક સીટ જીતી જાય અને ચૌટાલાને 19 ધારાસભ્યો સાથે કોંગ્રેસને 17 વિધાયકો આવી જવાથી આર.કે આનંદનો માર્ગ મોકળો છે. એટલે કે સુભાષ ચંદ્રા માટે આ કપરો સમય હશે.
ત્રણ સીટો માટે મધ્યપ્રદેશમાં ચાર ઉમેદવાર છે. ભાજપ બે સીટ તો આસાનીથી જીતી રહી છે. ત્રીજી સીટ માટે કોંગ્રેસના વિવેક તન્ખા અને ભાજપના વિનોદ ગોટિયા વચ્ચે જંગ છે.કોંગ્રેસે ધારાસભ્યોને જે આમંત્રણ આપ્યું હતું તેમાં પાર્ટીના 53, બીએસપીના 4 અને એક અપક્ષ ધારાસભ્ય હાજર રહ્યા હતા. તે ઉપરાંત સત્યદેવ કટારે બેલેટથી અને રમેશ પટેલ જેલમાંથી બહાર આવીને વોટ આપશે. આ હિસાબે કોંગ્રેસને 60 ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. જ્યારે જીતવા માટે 58ની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement