શોધખોળ કરો
Advertisement
મોદીની જીત બાદ સેનાએ મોટું ઓપરેશન પાર પાડ્યું, આતંકી ઝાકિર મુસાને કર્યો ઠાર
ઝાકિર મુસા કુખ્યાત આતંકી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ હતો. સેનાએ સર્ચ ઓપરેશનમાં બે આતંકવાદીને ઠાર કર્યા છે.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સેનાએ એક મોટા ઓપરેશનને અંજામ આપ્યું છે. પુલવામામાંના ત્રાલમાં સુરક્ષા દળોએ મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકિર મૂસાને ઠાર કર્યો છે. જો કે અત્યાર સુધી તેની પુષ્ટી થઈ નથી. ઝાકિર મુસા કુખ્યાત આતંકી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ હતો. જેને સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી શોધી કરી હતી.
રિપોર્ટ અનુસાર આર્મીની 42 રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની એક ટૂકડીએ દદસારા ગામમાં એક સર્ચ ઓપરેશનમાં બે આતંકવાદીને ઠાર કર્યા છે. ગુપ્ત જાણકારીના આધારે સુરક્ષા દળે આ બન્ને આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળે જ્યારે તેમને સરેન્ડર કરવા કહ્યું ત્યારે આ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરવા લાગ્યા હતા. આ દરમિયાન જવાબી કાર્યવાહીમાં ઝકિર મુસા માર્યો ગયો છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
હાલમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે ઝાકિર મુસા સાથે અન્ય આતંકીઓ પણ હોઈ શકે છે. Loksabha Election Results: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મોદીને આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું Loksabha Election Results: ગુજરાતમાં ફરી વાર યોજાશે પેટા ચૂંટણી, જાણો કેમ જીત બાદ કાર્યકર્તાઓને PM Modiનું સંબોધન, ‘ચૂંટણીમાં કોઇ નેતા-પાર્ટી નહી, પ્રજાનો વિજય થયો’ રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પર સ્મૃતિ ઇરાનીને જીતની શુભેચ્છા પાઠવી શું કહ્યું, જુઓ વીડિયોJammu & Kashmir: An exchange of fire has started between terrorists and security forces at Dadsar Tral in Pulwama district. More details awaited. pic.twitter.com/24ob6ahTXn
— ANI (@ANI) May 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
મનોરંજન
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion