શોધખોળ કરો
Advertisement
મુશળધાર વરસાદને લઈ હવામાન વિભાગે દેશના કયા મોટા શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું? જાણો
આગામી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મુંબઈમાં 11 અને 12 ઓગસ્ટે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
મુંબઈમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે માયાનગરી મુંબઈમાં આગામી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મુંબઈમાં 11 અને 12 ઓગસ્ટે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગત સપ્તાહે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે મુંબઈમાં આજે અને કાલે એટલે બુધવારે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે મુંબઈ અને ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
આ ઉપરાંત દરિયા કિનારાના કર્નાટક, કેરળ અને દક્ષિણી કોંકણ ગોવામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઘણી જગ્યાએ મુશળધાર વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમી અને મધ્ય ભાગો, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે પરંતુ ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement