શોધખોળ કરો

Watch: કોંગ્રેસના નેતાએ PM પદની ગરિમાના ધજાગરા ઉડાડ્યા, નરેન્દ્ર મોદીના નામમાં કરી ગંભીર ભૂલ

પીએમનું ખોટું નામ લીધા બાદ પવન ખેડા રોકાયા હતાં અને આસપાસ બેઠેલા લોકોને પૂછ્યું હતું કે, તેમનું નામ નરેન્દ્ર ગૌતમ દાસ છે કે દામોદર દાસ?

Pawan Khera On PM Modi: કોંગ્રેસ અદાણી-હિંડનબર્ગ મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચનાની માંગ કરી રહ્યા છે. વિરોધ કરવા જતા કોંગ્રેસના નેતા રીતસરના ભાન ભૂલ્યા હતા અને વડાપ્રધાન પદની ગરિમાના લીરે લીરા ઉડાડ્યા હતાં. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું પરંતુ તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને તેમના પિતાનું નામ જ ખોટું બોલ્યા હતાં. આટલુ ઓછું હોય તેમ વડાપ્રધાન પદની ગરિમાનું ઉલ્લંઘન કર્યા બાદ પણ પીએમ મોદીના નામ પર કટાક્ષ કરવાનું યથાવત રાખ્યું હતું. 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કહ્યું હતું કે, અમે માત્ર અદાણીના કેસમાં જેપીસીની રચનાની માંગ કરી રહ્યા છીએ. જો નરસિમ્હા રાવ જેપીસીની રચના કરી શક્યા હોય, અટલ બિહારી વાજપેયી જેપીસી બનાવી શક્યા હોય તો નરેન્દ્ર ગૌતમ દાસ મોદીને શું વાંધો છે.

"હું મૂંઝવણમાં હતો"

પીએમનું ખોટું નામ લીધા બાદ પવન ખેડા રોકાયા હતાં અને આસપાસ બેઠેલા લોકોને પૂછ્યું હતું કે, તેમનું નામ નરેન્દ્ર ગૌતમ દાસ છે કે દામોદર દાસ? બાદમાં તેમણે કહ્યું હતું કે, નામ ભલે દામોદર દાસ હોય, પણ કામ ગૌતમદાસનું છે. આ નિવેદન બાદ પવન ખેડાએ ટ્વિટ કર્યું હતું કે, હું ખરેખર મૂંઝવણમાં હતો કે તે દામોદરદાસ છે કે ગૌતમ દાસ.

અદાણી પર પણ નિશાન સાધ્યું હતું

આ પછી પવન ખેડાએ પણ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું હતું. તેણે ટ્વીટ કર્યું કે એક ગૌતમ એવા હતા જે તપ કરીને બુદ્ધ બન્યા. એક આ ગૌતમ છે, જેના માટે આખી સરકાર છેલ્લા નવ વર્ષથી તપસ્યા કરી રહી છે અને સરકારના વડા રોજ અઢાર કલાક તપસ્યા કરે છે.

ભાજપે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો 

પવન ખેડાના નિવેદન પર ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. પવન ખેરાના નિવેદન પર પલટવાર કરતા બીજેપી નેતા અમિત માલવિયાએ કહ્યું હતું કે, આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પીએમ મોદી અને તેમના પરિવારને નિશાન બનાવ્યા હોય. તેમણે કહ્યું હતું કે, તેઓ હજુ પણ સ્વીકારી શક્યા નથી કે એક નમ્ર વ્યક્તિ આટલો લોકપ્રિય નેતા કેવી રીતે બની ગયો છે. ગાંધી પરિવાર આવા તત્વોને પ્રોત્સાહન આપે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ નરેન્દ્ર દામોદર દાસ મોદી છે. આ વાત દેશનો સામાન્ય વ્યક્તિ પણ જાણે છે. જ્યારે કોંગ્રેસના અનુભવી અને દિગ્ગજ નેતા પવન ખેડાએ નરેન્દ્ર દામોદર દાસ મોદીના બદલે નરેન્દ્ર ગૌતમ દાસ બોલી વડાપ્રધાનના નામ સાથે ગંભીર ચેડા કર્યા હતાં. ખેડાએ વડાપ્રધાન પદની ગરિમાનો ભંગ કર્યો હતો. આ મામલે પછતાવવાના કે ભૂલ સુધારવાના બદલે તેમણે ઉપરથી પીએમ મોદી પર કટાક્ષ યથાવત રાખ્યા હતાં. જેને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jetpur News: એ ગ્રેડની જેતપુર પાલિકામાં ફાયર સ્ટાફની અછતTalala Kesar Mango | હવે શિયાળામાં પણ તાલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ ચાખી શકશે!Tantrik dies in police custody: તાંત્રિક વિધિ કરી 12 લોકોના જીવ લેનાર સિરિયલ કિલર ભુવાનું થયુ મોતSurendranagar firing Case : પાટડીમાં યુવકને કારમાં આવેલા શખ્સોએ ધરબી દીધી ગોળી, શું છે મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
Pushpa 2 Breaks Box Office Records: 'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
Bashar al-Assad leaves Syria: રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ અસદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ અસદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવા અને મોદીને ટેકો આપવા બદલ કિંગ ચાર્લ્સે બે ભારતીયો પાસેથી સન્માન પાછું ખેંચ્યું
બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવા અને મોદીને ટેકો આપવા બદલ કિંગ ચાર્લ્સે બે ભારતીયો પાસેથી સન્માન પાછું ખેંચ્યું
Embed widget