શોધખોળ કરો
Advertisement
શિવસેનાએ કહ્યુ- મહારાષ્ટ્રમાં અમે ‘મોટા ભાઇ’, BJPનો 50-50 ફોર્મુલા મંજૂર નથી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનામાં પોતાને ‘મોટો ભાઇ’ સાબિત કરવાનો જંગ છેડાઇ ગયો છે. સોમવારે મહારાષ્ટ્રમાં શિવસેનાની બેઠક યોજાઇ હતી અને જેમાં સંકેત અપાઇ રહ્યો છે કે શિવસેના પોતાની વાતથી પાછળ હટવા માટે રાજી નથી. શિવસેના નેતા સંજય રાઉતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં શિવસેના જ મોટો ભાઇની ભૂમિકા નિભાવશે. શિવસેનાએ કહ્યું કે, અમને ભાજપનો 50-50 ફોર્મુલા મંજૂર નથી.
બેઠકમાં શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ પોતાના સાંસદોએ કહ્યું કે, તે રાફેલ પ્લેન ડીલના મુદ્દાને જોરશોરથી ઉઠાવે. ઠાકરેએ પોતાના સાંસદોને કહ્યું કે, તેઓ રાફેલ ડીલને લઇને જેપીસીની માંગને સંસદમાં ઉઠાવતા રહે. નોંધનીય છે કે સવારે એવી વાત બહાર આવી હતી કે ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થશે. ભાજપ શિવસેનાને 23 બેઠકો આપવા તૈયાર છે જ્યારે શિવસેના 24 બેઠકો પર લડી શકે છે. બેઠક બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, 50-50 ફોર્મુલાની અમને કોઇ જાણકારી નથી. અમાહરી પાસે આ પ્રકારનો કોઇ પ્રસ્તાવ આવ્યો નથી અને ના અમે આવો કોઇ ફોર્મુલાનો સ્વીકાર કરીશું. શિવસેના મહારાષ્ટ્રમાં મોટા ભાઇની ભૂમિકા નિભાવશે.
રાઉતે કહ્યું કે, અમે પુરી રીતે લડવા માટે તૈયાર છે. અમે અહીં મોટા ભાઇ છીએ અને આ પ્રકારથી દેશ અને રાજ્યની રાજનીતિ કરીશુ. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ માંગ કરી હતી કે, જે લોકોની ઇનકમ આઠ લાખ રૂપિયા વાર્ષિક હોય તો તેને ટેક્સમાં છૂટ મળવી જોઇએ. નોંધનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં શિવસેના 20 અને બીજેપી 24 બેઠકો પરથી ચૂંટણી લડી હતી. જેમાંથી શિવસેનાએ 18 અને ભાજપે 23 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement