શોધખોળ કરો

weather forecast: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્નમાં ફેરફારના સંકેત આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

નવી દિલ્હી:  ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્નમાં ફેરફારના સંકેત આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને વિવિધ સ્થળોએ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આવો અમે તમને જણાવીએ કે આગામી કેટલાક દિવસોમાં કયા રાજ્યમાં હવામાન કેવું રહેશે.

ઓડિશા જેવા રાજ્યોમાં 22 થી 24 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 26 સપ્ટેમ્બર સુધી સમાન હવામાનની અપેક્ષા છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં  વરસાદ વરસી શકે છે. સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 26 સપ્ટેમ્બરે ભારે વરસાદ થવાની સંભાવના છે.

આગામી સપ્તાહે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીના અપડેટમાં રાજસ્થાનના પૂર્વીય ભાગોમાં વરસાદી ગતિવિધિઓ વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સપ્તાહમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

દિલ્હીમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગનો અંદાજ છે કે સમગ્ર સપ્તાહ દરમિયાન દિલ્હી NCRમાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમથી રહેશે. આ સમયગાળા દરમિયાન, દિલ્હીવાસીઓ અવારનવાર હળવા વરસાદ અથવા ઝરમર વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું આકાશ જોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 સપ્ટેમ્બર પછી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

હિમાચલમાં કેવું રહેશે વાતાવરણ

હિમાચલ પ્રદેશ માટે સ્થાનિક હવામાન અપડેટ અનુસાર, 25-26 સપ્ટેમ્બર માટે વાવાઝોડા અને  'યલો' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં આ ચોમાસાની સિઝનમાં 19 ટકા ઓછો વરસાદ થયો છે.

રાજસ્થાનમાં વરસાદની શક્યતા

રાજસ્થાનમાં હવામાન વિભાગ આગામી બે અઠવાડિયામાં વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા વ્યક્ત કરી છે.  જ્યારે પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો સૂકા રહી શકે છે, જ્યારે ભરતપુર, જયપુર, અજમેર, ઉદયપુર, બિકાનેર અને કોટા વિભાગના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં વરસાદ થવાની સંભાવના છે. પૂર્વ રાજસ્થાનમાં 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદની ગતિવિધિમાં વધારો થવાની ધારણા છે, જ્યાં કેટલાક સ્થળોએ સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે.   

Gujarat Rain: સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
G20 Summit: જો બાઇડન સાથે મુલાકાત બાદ PM મોદીએ કહ્યુ- 'તમને મળીને હંમેશા ખુશી થાય છે'
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Embed widget