શોધખોળ કરો
Gujarat Rain: સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

પ્રતિકાત્મક તસવીર
1/8

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હળવાથી લઈ મધ્યમ અને ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/8

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 21 સપ્ટેમ્બર અને શનિવારે અમરેલી, ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
3/8

રવિવાર અને 22 સપ્ટેમ્બરના દિવસે પણ અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. આ સિવાય સુરત, નવસારી, ભરુચ, આણંદ, વલસાડ, છોટા ઉદેપુર,વડોદરામાં પણ વરસાદની આગાહી છે.
4/8

23 સપ્ટેમ્બર અને સોમવારે વલસાડ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે.
5/8

24 સપ્ટેમ્બર અને મંગળવારના દિવસે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6/8

25 સપ્ટેમ્બર અને બુધવારના દિવસે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આણંદ, પંચમહાલ, મહિસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
7/8

26 સપ્ટેમ્બર અને ગુરુવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી કરાઈ છે. આણંદ, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે.
8/8

27 સપ્ટેમ્બર અને શુક્રવારના દિવસે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની શક્યતા છે.
Published at : 21 Sep 2024 02:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
