Weather Forecast: UP, બિહાર, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણા સહિત આ રાજ્યોમાં વરસશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી?
આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન સામાન્ય રહેવાની સંભાવના છે
Weather Forecast By IMD: દેશમાં કેટલાક રાજ્યમાં કમોસમી વરસાદના કારણે આકરી ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઇને આગાહી કરી છે. વાસ્તવમા હવામાન વિભાગે મંગળવારે (2 મે) સમગ્ર દેશમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે વિભાગે આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાનને લઈને રાહતની આગાહી કરી છે. આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની અથવા સામાન્ય રહેવાની સંભાવના છે.
રવિવાર (30 એપ્રિલ)ની જેમ સોમવારે પણ હવામાનની પેટર્ન રાહત આપશે. દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઉત્તરાખંડ, વિદર્ભ, છત્તીસગઢ, તેલંગણા, રાયલસીમાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ આસામ અને મેઘાલય, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત પ્રદેશ, કેરળ, આંધ્ર પ્રદેશ અને , લક્ષદ્વીપના ઘણા ભાગોમાં વરસાદ થયો છે.
બીજી તરફ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઓડિશા, ઝારખંડ, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, પુંડુંચેરી, કરાઈકલ, પંજાબ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો. મરાઠવાડા અને કોંકણ અને ગોવામાં ગરમીથી રાહત મળી હતી.
જ્યારે તેલંગાણા, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ યુપી, સિક્કિમ, ઓડિશા, કેરળ અને તમિલનાડુના દૂરના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડા, ગંગાના પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ કરા પડ્યા હતા.
દિલ્હી-NCRમાં વાદળો યથાવત રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 મેથી 7 મે દરમિયાન દિલ્હીમાં વરસાદની સંભાવના છે. 2 અને 3 મેના રોજ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 4 મેના રોજ સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવો વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદની શક્યતા છે.5, 6 અને 7 મેના રોજ પણ દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે., લઘુત્તમ તાપમાન 19 થી 21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26 થી 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
બીજી તરફ, ઉત્તરપશ્ચિમ ભારત (જમ્મુ ક્ષેત્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ)માં 02 મેના રોજ ભારે વરસાદની પણ શક્યતા છે અને તે પછી ઘટશે. બીજી બાજુ, દક્ષિણ ભારતમાં પણ 3 મેના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 મે પછી અહીં વરસાદમાં ઘટાડો થવાની સંભાવના છે.
ઉત્તરાખંડમાં 3 મેના રોજ વાવાઝોડું આવવાની સંભાવના છે. બીજી તરફ, ગંગાના પશ્ચિમ બંગાળમાં 3 મેના રોજ, યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશમાં જોરદાર પવન અને કરા પડવાની સંભાવના છે. પૂર્વ ભારતના બિહાર, ઝારખંડ, ઉપ-હિમાલયી પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગંગાના પશ્ચિમ બંગાળ, ઓરિસ્સામાં વરસાદ અને કરા પડવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દેશમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતા નીચે રહેવાની સંભાવના છે. આગામી 5 દિવસમાં દેશના કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી.