Weather Update: ગરમી મચાવશે તાંડવ, 10 એપ્રિલ સુધી આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ
Weather Forecast: ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.
IMD Heatwave Alert for Some States: ભારતીય હવામાન વિભાગ (IMD) એ હીટવેબને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMDએ જણાવ્યું કે, 7 એપ્રિલે પશ્ચિમ બંગાળમાં ગંગાની આસપાસના વિસ્તારોમાં અને ઝારખંડના કેટલાક ભાગોમાં ગરમીની લહેર લોકોને પરેશાન કરી શકે છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે પૂર્વ ભારતમાં ગરમી વધુ વધશે.
આ રાજ્યોમાં પડી શકે છે કરા
જો કે, હવામાન વિભાગે રવિવારે (7 એપ્રિલ) ઓડિશામાં વિવિધ સ્થળોએ કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. આ સિવાય પૂર્વ મધ્યપ્રદેશમાં 7 થી 10 એપ્રિલ, વિદર્ભમાં 7 થી 10 એપ્રિલ, છત્તીસગઢ અને મરાઠવાડામાં 7 થી 8 એપ્રિલ સુધી કરા પડવાની સંભાવના છે.
સામાન્ય તાપમાન 2-4 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે
6 એપ્રિલે વિદર્ભ અને ઓડિશાના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40-43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હતું. છત્તીસગઢ, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, મધ્ય મહારાષ્ટ્ર, તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ, ઉત્તર આંતરિક કર્ણાટક, તેલંગાણા અને તમિલનાડુના ભાગો અને પૂર્વી ઉત્તર પ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ પણ આવી જ સ્થિતિ છે. ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2-4 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. બિહાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ-અલગ સ્થળોએ પણ આવી જ સ્થિતિ છે.
આ રાજ્યોમાં તાપમાન વધી શકે છે
IMD અનુસાર, આગામી સપ્તાહના અંત સુધીમાં ઉત્તર કર્ણાટક, તેલંગાણા, પૂર્વી મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઓડિશાના વિવિધ ભાગોમાં રાત્રિના સમયે પારો વધુ વધી શકે છે. 6 થી 10 એપ્રિલ સુધી કેરળ, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી વધી શકે છે. આ સિવાય ઓડિશા, પશ્ચિમ બંગાળ, કોસ્ટલ કર્ણાટક, કોંકણ અને ગોવામાં 7મીથી 10મી એપ્રિલ સુધી સપ્તાહના અંતે તાપમાનનો પારો વધવાની ધારણા છે.
હીટવેવ શું છે?
જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન 40°C કરતાં વધુ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37°C કરતાં વધુ, પહાડી વિસ્તારોમાં 30°C કરતાં વધુ હોય ત્યારે હીટવેવની સ્થિતિ ગણવામાં આવે છે. જો આવી સ્થિતિ બે દિવસ ચાલુ રહે તો બીજા દિવસે હીટ વેવ જાહેર થાય છે.
આ પણ વાંચોઃ
ત્રીજી વખત પીએમ બનશે નરેન્દ્ર મોદી.... વ્યક્તિએ આંગળી કાપીને માતાજીને ચઢાવી બલિ