Weather Update: કેરળમાં 3 દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી, ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસાના આગમનની સંભાવના
આ વર્ષે સામાન્યથી વધુ વરસાદની પણ આશા છે. અગાઉ ગુજરાતમાં 10 જૂનની નૈઋત્ય ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન હતુ.
![Weather Update: કેરળમાં 3 દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી, ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસાના આગમનની સંભાવના Weather Update: Premature monsoon knocked in Kerala, Bihar will also see its effect, people of these 24 districts should be alert Weather Update: કેરળમાં 3 દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી, ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસાના આગમનની સંભાવના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/29/9c5f8f633dc22fddf3e8040fae3b32e8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર છે. કેરળમાં 3 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયુ. સામાન્યપણે ચોમાસુ 1 જૂને કેરળ પહોંચે છે. પરંતુ આ વર્ષે 3 દિવસ પહેલા જ નૈઋત્ય ચોમાસાનું આગમન થયુ છે. તે સાથે જ અનેક રાજ્યોમાં વરસાદનું અલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં પૂર્વોત્તર ભારત, તમિલનાડુ, કેરળ, લક્ષદ્ધીપ, દક્ષિણ અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. બિહાર, ઝારખંડ ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો યૂપી, પૂર્વત્તોર રાજસ્થાન, દિલ્લી, હરિયાણાના કેટલાક વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડી શકે છે. 15 જૂન સુધી ચોમાસુ મધ્ય પ્રદેશ તો 20 જૂન સુધીમાં રાજસ્થાન પહોંચી શક છે.
તો આ તરફ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયા બાદ ગુજરાતમાં પણ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં 20 જૂનની આસપાસ નૈઋત્ય ચોમાસાનું આગમન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં 20 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે. આ પછી 28 જૂન સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે. આ વર્ષે સામાન્યથી વધુ વરસાદની પણ આશા છે. અગાઉ ગુજરાતમાં 10 જૂનની નૈઋત્ય ચોમાસાનું આગમન થાય તેવું અનુમાન હતુ. પણ ગુજરાતને હજુ 3 સપ્તાહ સુધીની રાહ જોવી પડી શકે છે. તો આ તરફ ગુજરાતમાં 5 દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહીવત છે.
રવિવારે અમદાવાદમાં 41 ડિગ્રી, રાજકોટમાં 39, ગાંધીનગરમાં 40, ભાવનગરમાં 40, વડોદરા, અમરેલી, જૂનાગઢમાં 37-37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
કેરળમાં ચોમાસાની શરૂઆત થતાં જ દેશના ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ઉનાળાની ઋતુથી કંટાળી ગયેલો દેશ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. તે જ સમયે, વાદળોના કારણે,
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)