શોધખોળ કરો
Advertisement
ઠંડીથી કાંપ્યુ દિલ્હી, તાપમાનનો પારો ગગડીને 2.4 ડિગ્રી પહોંચ્યો, જનજીવન-વાહન વ્યવહાર ઠપ
ન્યૂનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી થોડા દિવસો સુધી આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે અને હળવો ધૂમ્મસ રહેશે. મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આપપાસ રહેવાની સંભાવના છે
નવી દિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર વર્તાવ્યો છે, ઠંડીનુ જોર સૌથી વધુ રાજધાની દિલ્હીમાં દેખાયુ છે. ઠંડીએ દિલ્હીમાં છેલ્લા કેટલાય રેકોર્ડ તોડ્યા છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ રાજ્યમાં પારો ગગડવાની સંભાવના છે, સાથે આગામી 72 કલાકમાં દિલ્હીમાં વરસાદ થવાની પણ સંભાવના છે.
રિપોર્ટ પ્રમાણે, દિલ્હીના સફદરગંજ વિસ્તારમાં તાપમાનનો પારો ગગડીને એકદમ નીચે આવી ગયો છે. તાપમાન 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. આ સાથે દિલ્હીમાં ઠંડુનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે ટ્રેનો અને વાહનવ્યવહાર ખોરવાયો છે.
દિલ્હીમાં બુધવારે પણ ઠંડીનો કહેર ચાલુ છે. આજે લઘુત્તમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં 29 ટ્રેનો નિર્ધારીત સમય કરતાં 2 થી લઈને 9 કલાક સુધી મોડી દોડી રહી છે.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ન્યૂનતમ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી ઘટીને 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી થોડા દિવસો સુધી આકાશમાં આંશિક વાદળો છવાયેલા રહેશે અને હળવો ધૂમ્મસ રહેશે. મહત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આપપાસ રહેવાની સંભાવના છે. 30 ડિસેમ્બર 2019 એ તોડ્યો 119 વર્ષ જૂનો રેકોર્ડ રાજધાની દિલ્હીમાં ઠંડીએ 30 ડિસેમ્બરના રોજ 119 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. દિલ્હીમાં 1901 બાદ 30 ડિસેમ્બર, સોમવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સોમવારે સાંજે 5.30 કલાકે દિલ્હીનું મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પહેલા 1901માં ડિસેમ્બર મહિનામાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રિઝનલ વેધર ફોરકાસ્ટિંગ સેન્ટરના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું, આજે તાપમાન વર્ષના દિવસોમાં રહેતું સામાન્ય તાપમાનથી પણ અડધું છે. આજે ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.Delhi: People take refuge at a night shelter near Safdarjung Airport. Minimum temperature of 2.4°C was recorded in Safdarjung area on 1st January (yesterday). pic.twitter.com/8DxQHA86bx
— ANI (@ANI) January 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મહેસાણા
ગુજરાત
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion