શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મમતા બોલી- અમે BJPની જેમ ઉગ્રવાદી સંગઠન નથી, તેઓ હિન્દુઓમાં ભાગલા પાડી રહ્યા છે
કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં તૃણમુલ કોગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી અને ટીએમસીના અધ્યક્ષ મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટીને ઉગ્રવાદી સંગઠન ગણાવ્યું હતું. બીજી તરફ પશ્વિમ બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે, ટીએમસી કાર્યકર્તાઓનુ એન્કાઉન્ટર કરવામાં આવશે. વિવાદીત નિવેદનને લઇને ઘોષ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, બીજેપી ફક્ત ખ્રિસ્તી, મુસ્લિમ વચ્ચે જ નહી પરંતુ હિન્દુઓ વચ્ચે પણ લડાઇ કરાવવા માંગે છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના કહેવા મુજબ, મમતાએ કહ્યું કે, અમે બીજેપીની જેમ ઉગ્રવાદી સંગઠન નથી. તેઓ ખ્રિસ્તી, મુસ્લિમ જ નહી પરંતુ હિન્દુઓ વચ્ચે પણ લડાઇ કરાવે છે. બીજેપી અને ટીએમસી એકબીજા પર સાંપ્રદાયિકતા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
રાજ્યમાં થયેલી કથિત રાજકીય ઘટનાઓ પર બીજેપી નેતા દિલીપ ઘોષે કહ્યું કે, અમારા કાર્યકર્તાઓને મારવામાં આવતી તમામ ગોળીઓ ગણવામાં આવે છે. જે લોકો રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તેઓ જલદી જેલમાં જશે અથવા તેમનું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે. આ મામલે જલપાઇગુડી પોલીસે ઘોષ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી. ઘોષે બીજેપી કાર્યકર્તાઓની હત્યાના વિરુદ્ધમાં પ્રદર્શન દરમિયાન આ વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion