શોધખોળ કરો
Advertisement
CM બેનર્જીએ દુર્ગા પૂજા સમિતિઓ માટે 25-25 હજાર રૂપિયાની કરી જાહેરાત
શ્વિમ બંગાળમાં દુર્ગા પૂજાનું ખૂબ મહત્વ છે. ઓક્ટોબરમાં થનારી આ પૂજા રાજ્યમાં સાંસ્કૃતિક સ્થાન રાખે છે. તેને લઇને સતાધારી પાર્ટી તૃણમુલ કોગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ લોકોને આકર્ષવાના પ્રયાસમાં લાગ્યા છે.
કોલકત્તાઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ વર્ષે દુર્ગા પૂજા સમિતિઓ માટે 25 હજાર રૂપિયાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે દુર્ગા પૂજા સમિતિઓ માટે વિજળી બિલમાં 25 ટકાની કાપની પણ જાહેરાત કરાઇ છે. મુખ્યમંત્રી બેનર્જીની દુર્ગા પૂજા અગાઉ નેતાજી ઇનડોર સ્ટેડિયમમાં પૂજા સમિતિની સાથે વહીવટીતંત્ર બેઠકમાં આ જાહેરાત કરી છે. તેમણે તમામ એક દુર્ગા પૂજા સમિતિને 25 હજાર રૂપિયા તથા સમિતિઓના વિજળી બિલમાં 25 ટકાની કાપની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ વર્ષે ઓક્ટોબર અગાઉ સપ્તાહમાં દુર્ગા પૂજાનું આયોજન થશે.
પશ્વિમ બંગાળમાં દુર્ગા પૂજાનું ખૂબ મહત્વ છે. ઓક્ટોબરમાં થનારી આ પૂજા રાજ્યમાં સાંસ્કૃતિક સ્થાન રાખે છે. તેને લઇને સતાધારી પાર્ટી તૃણમુલ કોગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ લોકોને આકર્ષવાના પ્રયાસમાં લાગ્યા છે. આ અગાઉ દુર્ગા પૂજા સમિતિઓને ઇન્કમટેક્સની નોટિસ મોકલવાનો કેસ સામે આવ્યો હતો મુખ્યમંત્રી બેનર્જીએ નોટિસનો વિરોધ કર્યો હતો અને ધરણા પણ કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement