શોધખોળ કરો
પશ્ચિમ બંગાળ: BJP કાર્યકર્તાઓ પર દેશી બોમ્બ હુમલામાં 6 ઈજાગ્રસ્ત, TMC પર લગાવ્યો આરોપ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે રાજનેતાઓ તરફથી એક બીજા પર વાર-પલટવાર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રાજનીતિક હિંસાઓ પણ વધી છે.
![પશ્ચિમ બંગાળ: BJP કાર્યકર્તાઓ પર દેશી બોમ્બ હુમલામાં 6 ઈજાગ્રસ્ત, TMC પર લગાવ્યો આરોપ west bengal crude bomb hurled at bjp workers allegation on tmc workers પશ્ચિમ બંગાળ: BJP કાર્યકર્તાઓ પર દેશી બોમ્બ હુમલામાં 6 ઈજાગ્રસ્ત, TMC પર લગાવ્યો આરોપ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/06144542/BJP-worker-west-bengal.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crude bomb hurled at BJP workers allegedly by TMC workers in West Bengal (ANI Pic)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે રાજનેતાઓ તરફથી એક બીજા પર વાર-પલટવાર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રાજનીતિક હિંસાઓ પણ વધી છે. હવે હિંસાના સમાચાર સાઉથ 24 પરગના જિલ્લાના રામપુર ગામથી આવ્યા છે. અહીં શુક્રવારે મોડી રાત્રે દેશી બોમ્બ હુમલામાં 6 ભાજપના કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, તમામ ઈજાગ્રસ્ત ભાજપ કાર્યકર્તાઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપ છે કે જે સમયે આ તમામ લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે ટીએમસી કાર્યકર્તાઓએ તેમના પર બોમ્બ ફેંકી દિધો હતો.
પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી 30 બેઠકો પર 27 માર્ચે મતદાન થશે. જ્યારે બીજા તબક્કમાં 30 બેઠકો પર, એક એપ્રિલના ત્રીજા તબક્કા માટે 31 બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કા માટે 6 એપ્રિલે 44 બેઠકો પર, પાંચમાં તબક્કામાં 45 બેઠકો પર 17 એપ્રિલે, છઠ્ઠા તબક્કા માટે 43 બેઠકો પર 22 એપ્રિલ, સાતમાં તબક્કા માટે 36 બેઠકો પર 26 એપ્રિલ અને આઠમાં તબક્કા માટે 29 એપ્રિલે 35 બેઠકો પર મતદાન થશે. 2મેના દિવસે પરિણામની જાહેરાત કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)