West Bengal Election Results 2021: બંગાળમાં દાદીનો જાદૂ...
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન શરૂઆતના વલણમાં ટીએમસીને બહુમત મળતો જોવા મળી રહ્યો છે. જો કે આ બાજી પલટી પણ શકે છે. કારણ કે આ શરૂઆતના વલણ છે.
West Bengal Election Results 2021:પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન શરૂઆતના વલણમાં ટીએમસીને બહુમત મળતો જોવા મળી રહ્યો છે. જો કે આ બાજી પલટી પણ શકે છે. કારણ કે આ શરૂઆતના વલણ છે.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસની અહીં ટક્કર જોવા મળી રહી છે. જો કે અત્યાર સુધીના આંકડા પર નજર કરીએ તો ટીએમસીને બહુમત મળી રહ્યો છે. ટીએમસીએ 201 બેઠક પણ આગળ છે. જ્યારે નંદીગ્રામની બેઠક પર શુભેંન્દ્રુ અને મમતા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
પશ્ચિમ બંગાળની બધી જ 292 બેઠક પર વલણો આવી ગયા છે. 292માંથી 201 બેઠર પર ટીએમસી આગળ છે. તો બીજી તરફ કોંગ્રેસ-લેફ્ટ 6 બેઠક પર આગળ છે.
પરિણામ જ્યારે ધીરે ધીરે સામે આવી રહ્યાં છે ત્યારે બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, આ શરૂઆતના વલણો છે. આપણે હજું સ્થતિની સ્પષ્ટતા માટે રાહ જોવું જોઇએ. તો બીજી તરફ ભાજપના અન્ય નેતા કૈલાશ વિજય વર્ગીયે કહ્યું કે, “ટીએમસીના ગુંડાઓને લોકોના ઘરે જઇને ધમકાવ્યાં. આ જ કારણ છે કે, પોસ્ટલ બેલેટમાં ટીએમસી લીડ કરી રહ્યું છે’
એક્ઝિટ પોલમાં શું થઈ આગાહી
દેશમાં વિવિધ એક્ઝિટ પોલે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. જોકે, કેટલાક સર્વે મુજબ મમતા બેનરજી બંગાળમાં સત્તા જાળવી રાખશે અને ભાજપ બીજા નંબરના પક્ષ તરીકે ઊભરી આવશે. આસામમાં ભાજપનું શાસન યથાવત્ રહેશે જ્યારે કેરળમાં ડાબેરી જોડાણ જીતી જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક્ઝિટ પોલ મુજબ આસામ અને કેરળમાં કોંગ્રેસનો પનો થોડોક ટૂંકો પડશે જ્યારે પુડુચેરીમાં તે સત્તા ગુમાવે તેવી સંભાવના છે. કોંગ્રેસ માટે એકમાત્ર સારા સમાચાર તામિલનાડુમાંથી મળે છે, જ્યાં ડીએમકેના નેતૃત્વમાં વિપક્ષી જોડાણના વિજયની આગાહી કરવામાં આવી છે. અહીં ભાજપે શાસક અન્નાદ્રમુક સાથે જોડાણ કર્યું છે.