શોધખોળ કરો
Advertisement
ભાજપ સાંસદના દીકરાએ ઓનલાઈન મંગાવ્યો મોબાઈલ, બોક્સ ખોલ્યું તો અંદરથી......
જ્યારે મોબાઇલનું પેકેટ ઘરે આવ્યું તો તે સમયે હું ઘરે નહોતો અને મારી પત્નીએ આ પેકેટ રિસીવ કર્યું.
માલદાઃ ભાજપના સાંસદ ખગેન મુર્મૂ ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા છે. સાંસદનો દાવો છે કે, તેના પુત્રએ થોડા દિવસ પહેલા ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પરથી સેમસંગનો ફોન બુક કરાવ્યો હતો. થોડા દિવસ બાદ ફોન ડિલીવર કરવામાં આવ્યો તો તેમાં રેડમી 5એનું બોક્સ હતું અને ફોનની જગ્યાએ ડબ્બામાં પથ્થર ભર્યા હતા.
મુર્મૂએ કહ્યુ કે, જ્યારે મોબાઇલનું પેકેટ ઘરે આવ્યું તો તે સમયે હું ઘરે નહોતો અને મારી પત્નીએ આ પેકેટ રિસીવ કર્યું. પત્નીએ પેકેટ લઈને ડિલીવરી બૉયને 11,999 રૂપિયા આપ્યા. જ્યારે મેં પેકેટ ખોલ્યું અને બોક્સમાં પથ્થર જોયા તો હેરાન રહી ગયો. મુર્મૂએ વધુમાં જણાવ્યું કે, મને એ વાતનું આશ્ચર્ય થયું કે ઑનલાઇન સેમસંગ M-30 મોબાઇલ મંગાવ્યો હતો, પરંતુ Redmi 5Aનું પેકેટ મળ્યું. જેમાં સ્લીક એન્ડ સ્મૂથ ટચ ફીચર્સના બદલે બે માર્બલ પથ્થર મૂકવામાં આવ્યા હતા. ભાજપ સાંસદે કહ્યું કે, તેમને ઓનલાઈન શોપિંગનો આવો કડવો અનુભવ પ્રથમ વખત થયો છે. મુર્મૂએ વધુમાં કહ્યુ કે, હું આ મુદ્દાને લોકસભામાં પણ ઉઠાવીશ. આ પ્રકારની હરકતો પર નિયંત્રણ આવવું જોઈએ. બીજેપી સાંસદે આ અંગેની ફરિયાદ માલદા પોલીસને કરી છે. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.WB: Khagen Murmu,BJP MP from Malda North alleges that he was delivered stones instead of mobile phone that he ordered online.He says,"My son ordered a Samsung mobile phone from Amazon.When we opened the packet we found a box of Redmi 5A. On opening it,I found stones"(29.10) pic.twitter.com/1wQs0rpBNR
— ANI (@ANI) October 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion