શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળની આ સુંદર સાંસદની આવી છે પર્સનલ લાઈફ સ્ટાઈલ
લોકો નુસરતને સંસદની સૌથી ગ્લેમરસ અને ખૂબસુરત યુવા સાંસદ ગણાવે છે. લોકસભામાં જીત બાદ નુસરત ઘણી ખુશ છે અને તે નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે.
નવી દિલ્હી: મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તરફથી નુસરત જહાંએ પશ્વિમ બંગાળની બશીરહાટ લોકસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડીને જીત મેળવી હતી. નુસરત માટે આ એક મોટી સિદ્ધી છે જેના કારણે તે સોશિયલ મીડિયામાં બહુ જ છવાયેલી જોવા મળી હતી.
લોકો નુસરતને સંસદની સૌથી ગ્લેમરસ અને ખૂબસુરત યુવા સાંસદ ગણાવે છે. લોકસભામાં જીત બાદ નુસરત ઘણી ખુશ છે અને તે નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે.
નુસરતનો જન્મ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં 8 જાન્યુઆરી, 1990ના રોજ થયો હતો. કોલકત્તાની જાણીતી ‘Our Lady Queen of The Mission School’માં નુસરતે અભ્યાસની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ ભવાનીપુર કોલેજમાંથી તેણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યુ હતું. નુસરતે 2010માં ‘ફેયર વન મિસ કોલકત્તા’નો અવોર્ડ જીત્યો હતો અને ત્યાર બાદ તેણે મોડેલિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
નુસરતે વર્ષ 2013માં બાંગ્લા ફિલ્મોના ડાયરેક્ટર રાજ ચક્રવર્તીની ફિલ્મમાં Shotruથી ડેબ્યૂ કર્યું હતું. આ જ વર્ષે તેણે Khoka 420 અને ખિલાડીમાં લીડ ભુમિકા ભજવી હતી. તેણે 6 વર્ષના કરિયરમાં 20 ફિલ્મો કરી હતી અને તમામ માટે અવોર્ડ પણ હાંસેલ કર્યાં હતાં.
ટોલીવુડમાં નુસરતના અભિનય ઉપરાંત તેની ખૂબસુરતીની પણ ચર્ચાઓ થાય છે. નુસરતના ખૂબસુરત ફીચર અને તેનુ ઉંચુ કદ સૌ કોઈને તેને દિવાના બનાવી દે છે. જેના કારણે તેણે રાજકારણમાં પણ શાનદાર શરૂઆત કરી છે.
સાંસદ બન્યા બાદ નુસરત સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નુસરત મુસ્લિમ સમુદાય તરફથી આવે છે પરંતુ તેને હિન્દુઓએ પણ અઢળક પ્રેમ આપ્યો છે. નુસરતે જણાવ્યું હતું કે, તે જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેણે પહેલીવાર મમતા દીદીને વોટ આપ્યો હતો અને હવે તે તેમની જ પાર્ટીથી સાંસદ બની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement