Video: બંગાળમાં ફરી હિંસા, બૂથમાં ઘૂસી ગયેલા ટોળાએ EVM ઉઠાવીને તળાવમાં ફેંક્યુ, પોલીસ સાથે પણ ઘર્ષણ....
West Bengal Violence: લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના ચાલુ મતદાન વચ્ચે આજેમાં પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાલીમાં તોફાની ટોળાએ આતંક મચાવ્યો છે
West Bengal Violence: આજે દેશમાં છેલ્લા અને અંતિમ સાતમા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના ચાલુ મતદાન વચ્ચે આજેમાં પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાલીમાં તોફાની ટોળાએ આતંક મચાવ્યો છે. અહીં ગુસ્સે ભરાયેલી ભીડે હિંસા કરવાના શરૂ કરી દીધુ છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ મતદાન મથકમાં ઘૂસીને ઈવીએમ ઉપાડીને નજીકના તળાવમાં ફેંકી દીધું હતું, જેનાથી મતદાન પ્રક્રિયા અટકી પડી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક મતદારોને મતદાન મથકમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
આ બહિષ્કાર જોઈને સ્થાનિક લોકો ગુસ્સે થઈ ગયા અને તેઓ બળજબરીથી મતદાન મથકોમાં ઘૂસી ગયા. તેઓએ વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેઈલથી સજ્જ ઈવીએમ બળજબરીથી છીનવી લીધું અને તેને તળાવમાં ફેંકી દીધું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જાદવપુરમાં પણ ભડકી હિંસા
જાદવપુર લોકસભા મતવિસ્તારના ભાંગરના સતુલિયા વિસ્તારમાં આજે સવારે ઇન્ડિયન સેક્યૂલર ફ્રન્ટ (ISF) અને CPI (M)ના કાર્યકરો પર હૂમલાના આરોપો બાદ અહીં હિંસા વધી હતી. મળતી માહિતી મુજબ આ હિંસામાં ISFના ઘણા લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં દેશી બનાવટનો બોમ્બ મળવાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
આપવામાં આવ્યા નવા EVM
વેન્ટ અંગે માહિતી આપતાં મુખ્ય ચૂંટણી અધિકારી (પશ્ચિમ બંગાળ) 1 CU, 1 BU, 2 VVPAT મશીનો તળાવમાં ફેંકવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે અધિકારી દ્વારા FIR નોંધવામાં આવી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે બાકીના તમામ છ બૂથમાં કોઈપણ અવરોધ વિના મતદાન થઈ રહ્યું છે અને નવા દસ્તાવેજો અને ઈવીએમ સેક્ટર ઓફિસરને આપવામાં આવી રહ્યા છે.
Democracy is burning in West Bengal under @MamataOfficial’s rule:
— BJPShanthikumar (Modi ka Parivar) (@BJPShanthikumar) June 1, 2024
- Jadavpur’s Bhangar rocked by bombs
- Irate villagers in Joynagar’s Kulti thrown EVM and VVPAT in a pond due to TMC goons blocking votes
- Diamond Harbour in chaos: Mamata’s nephew Abhishek Banerjee's seat… pic.twitter.com/syBeQmBhmj
બંગાળમાં 9 બેઠકો પર મતદાન
સામાન્ય ચૂંટણીના સાતમા તબક્કામાં બંગાળની 9 બેઠકો પર કડક સુરક્ષા હેઠળ મતદાન થઈ રહ્યું છે. આ 9 બેઠકોમાં બસીરહાટ, જયનગર, ડાયમંડ હાર્બર, જાદવપુર, દમદમ, બારાસત, કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તરનો સમાવેશ થાય છે.