![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TMCએ સવાલ ઉઠાવતા આખરે ક્યા સાંસદે રાજયસભા પદથી આપ્યું રાજીનામુ, હવે ભાજપની ટિકિટ પર ક્યાંથી લડશે ચૂંટણી?
રાજ્યસભાના સદસ્ય સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભાથી રાજીનામુ આપ્યું છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તેમને ભાજપે ટિકિટ આપી છે. સ્વપ્ન દાસગુપ્તા રાજ્યસભાના મનોમાનિત સદસ્ય છે, તેથી તે કોઇ પાર્ટીથી ચૂંટણી ન લડી શકે...
![TMCએ સવાલ ઉઠાવતા આખરે ક્યા સાંસદે રાજયસભા પદથી આપ્યું રાજીનામુ, હવે ભાજપની ટિકિટ પર ક્યાંથી લડશે ચૂંટણી? West best Bengal election swapan dasgupta resignation rajya-sabha nominated member bjp candidate tmc TMCએ સવાલ ઉઠાવતા આખરે ક્યા સાંસદે રાજયસભા પદથી આપ્યું રાજીનામુ, હવે ભાજપની ટિકિટ પર ક્યાંથી લડશે ચૂંટણી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/16/727f109386e1ae8e39ebad7223b14d51_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાજપે રાજ્યસભાના સભ્યને સ્વપ્ન દાસગુપ્તને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપતા તૃણમૃલે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે, સ્વપ્ન દાસગુપ્તા રાજ્યસભાના મનોમાનિત સદસ્ય છે, તેથી તે કોઇ પાર્ટીથી ચૂંટણી ન લડી શકે...આ મુદ્દે ટીએમસીના સવાલો ઉઠતાં આખરે સ્વપ્ન દાસગુપ્તાએ રાજીનામું આપી દીધું છે.
રાજ્યસભાના સદસ્ય સ્વપન દાસગુપ્તાએ રાજ્યસભાથી રાજીનામુ આપ્યું છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તેમને ભાજપે ટિકિટ આપી છે. સ્વપ્ન દાસગુપ્તા રાજ્યસભાના મનોમાનિત સદસ્ય છે, તેથી તે કોઇ પાર્ટીથી ચૂંટણી ન લડી શકે...
ભાજપે રાજ્યસભાના સભ્યને સ્વપ્ન દાસગુપ્તને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપતા તૃણમૃલે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે, સ્વપ્ન દાસગુપ્તા રાજ્યસભાના મનોમાનિત સદસ્ય છે, તેથી તે કોઇ પાર્ટીથી ચૂંટણી ન લડી શકે...આ મુદ્દે ટીએમસીના સવાલો ઉઠતાં આખરે સ્વપ્ન દાસગુપ્તાએ રાજીનામું આપી દીધું છે.
સ્વપ્ન દાસગુપ્તા હુગલી જિલ્લાની તારકેશ્વર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પશ્ચિમ બંગાળને જીતવા માટે લોકપ્રિય ચહેરાને ચૂંટણીના મેદાને ઉતાર્યાં છે. ઉલ્લેખનિય છે કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી 6 એપ્રિલના રોજ યોજાનાર છે. ત્રીજા તબક્કાના મતદાન માટે રવિવારે ભાજપે 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં સ્વપ્ન દાસગુપ્તાનું નામ પણ જાહેર કરવામાં આવ્યુ હતું..
શું છે સમગ્ર મામલો
સાંસદ મોઈત્રાએ ટ્વીટમાં લખ્યું હતું કે, સ્વપ્ન દાસગુપ્તા પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર છે. બંધારણની 10મી અનુસૂચિ પ્રમાણે જો રાજ્યસભાના કોઈ નામાંકિત સાંસદ શપથ ગ્રહણ કર્યા અને તેના 6 મહિનાની અવધિ સમાપ્ત થયા બાદ કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થાય તો તેને રાજ્યસભાની સદસ્યતા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવે છે. તેમને એપ્રિલ 2016માં શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા જે હજુ ચાલુ છે. હવે તેમને ભાજપમાં જોડાવા બદલ અયોગ્ય ઘોષિત કરવા જોઈએ. જેના પગલે દાસગુપ્તાએ રાજ્યસભાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)