દેશમાં કોરોનાની ત્રીજી લહેર માટે ડેલ્ટા પ્લસ બનશે જવાબદાર? શું વેક્સિન આપી શકશે ન્યૂ વેરિયન્ટ સામે રક્ષણ?
કોરોના વાયરસની બીજી લહેર અંત તરફ જઇ રહી છે. સતત કોવિડના ઘટતા જતાં કેસના કારણે ચિંતા ઘટી છે પરંતુ ડેલ્ટા પ્લસ વેરિન્ટના કેસમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. તો એક્સપર્ટને ચિંતા સતાવી રહી છે કે, શું આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે ફરી દેશને કોવિડની થર્ડ લહેરનો સામનો કરવો પડશે
Delta Varinat: કોરોનાની સેકેન્ડ વેવના અંતના આરે છે, જો કે એક્સપર્ટના મત મુજબ થર્ડ વેવ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં દસ્તક આપી શકે છે. આ સ્થિતિમાં કોરોનાના ન્યુ વેરિયન્ટ ડેલ્ટા પ્લસે પણ ચિંતામાં વઘારો કર્યો છે. દુનિયામાં અનેક દેશોમાં કોવિડનો ન્યુ વેરિયન્ટ ડેલ્ટા પ્લસ ફેલાઇ ચૂક્યો છે.
ભારતમાં પણ પંજાબ તમિલાનાડુ, મહારાષ્ટ્રા કેરળ, મધ્યપ્રદેશમા કોરોના ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કેસ નોંધાયા છે. કોવિડના ન્યુ વેરિયન્ટની ચિતા સાથે દેશમાં તેજ ગતિથી વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે અહીં એ સવાલ થવો સ્વાભાવિક છે કે, કોરોનાના ન્યૂ વેરિયન્ટ ડેલ્ટા પ્લસ સામે કોવિડની આ વેક્સિન કારગર નિવડશે ખરા?
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ શું છે- WHO
આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે. તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા. જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 80 દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.
વાયરસ કઇ રીતે સ્વરૂપ બદલે છે?
વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં ફેરફાર થાય છે. જેને મ્યુટન્ટ કહે છે. એક્સ્પર્ટના મત મુજબ વાયરસ જેમ જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. વાયરસ તેનું સ્વરૂપ બદલે છે. જો કે વાયરસને માત આપવી હશે તો ખૂબ જ સાવધાની રાખવી પડશે. જેથી તેના સંક્રમણને અટકાવી શકાય.
ડેલ્ટા પ્લસ વરિયન્ટ કેટલો ખતરનાક
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. જો કે હાલ એક્સ્પર્ટના મત મુજબ આ વાયરસથી એટલી ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ભારતમાં વેરિએન્ટ ઓફ કન્સર્ન બન્યો નથી
શું ડેલ્ટા પ્લસ સામે કોવિડ-19ની વેક્સિન અસરકારક છે?
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, બંને ભારતીય કોરોના વેક્સિન કોવેક્સિન અને કોવીશીલ્ડ ડેલ્ટા વેરિયન્ટ સામે લડવા માટે અસરકારક છે. જો કે કેટલી હદે અને કયા અનુપાતમાં એન્ટીબોડી બનાવી શકે છે. તેથી જાણકારી ટૂંક સમયમાંજ શેર કરવામાં આવશે
વેક્સિનની બંને ડોઝ આ વેરિયન્ટ પર કેટલી અસરકારક
ડેલ્ટાની હાઇ ટ્રાન્સમિસિબલિટી 452R અને 478K મ્યુટેશનના કારણે છે. બંને માનવ કોશિકામાં બેસ્ટ રીતે જોડવામાં મદદ કરે છે અને સંભવત પ્રતિરક્ષાને ચકમો આપે છે. જો કે બંને ડોઝ લીધા બાદ તે તેની વિરૂદ્ધ સારી રીતે કામ કરે છે. એક ડોઝથી સુરક્ષા ઓછી થઇ ગઇ છે. યૂકેના ડેલ્ટાથી જાણકારી મળી કે, એક શોર્ટ આલ્ફા વિરૂદ્ધ 51 ટકાની તુલનામાં ડેલ્ટાની વિરૂદ્ધ 33 ટકા સુરક્ષા આપે છે.