શોધખોળ કરો
Advertisement
મોદીએ અટલ ટનલના ઉદઘાટન પછી એવું શું કર્યું કે લોકો ઉડાવી રહ્યાં છે મજાક ? બન્યા સંખ્યાબંધ મીમ્સ, જાણો વિગત
પીએમ મોદીએ અટલ ટનલનમાં પગપાળા ચાલીને અને કારમાં ઉભા રહીને હાથ હલાવતા તસવીર સામે આવી હતી.
નવી દિલ્હીઃ પીએમ મોદીએ શનિવાર એટલે કે 3 ઓક્ટોબરે વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ અટલ ટનલનું ઉદ્ઘાટન કર્યું. અટલ ટનલ 9.02 કિલોમીટર લાંબી અને 10.5 મીટર પહોળી છે. આ ટનલનાં ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ ચાલીને અને ખુલી કારમાં ઉભા રહીને તેનું નીરિક્ષણ કર્યું. ઉદ્ઘાટનની તસવીર પણ સામે આવી હતી. જેને લઈને તે ચર્ચામાં રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન કંઈક એવું થયું જેને લઈને પીએમ મોદી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા અને તેમના મીમ્સ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
વાત એણ છે કે પીએમ મોદીએ અટલ ટનલનમાં પગપાળા ચાલીને અને કારમાં ઉભા રહીને હાથ હલાવતા તસવીર સામે આવી હતી. હવે લોકો સોશિયલ મીડિયા પર વસાલ કરી રહ્યા છે કે આખરે પીએમ મોદી કુલી ટનલમાં કોને હાથ હલાવીને બતાવી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જ્યારે આખા ટનલ ખાલી છે, કોરોના કાળમાં ત્યાં કોઈ ગેસ્ટ કે કોઈ દર્શક નથી તો પીએમ મોદીએ આખરે પોતાનો હાથ ઉટાવીને કોને બતાવ્યો. શું આ માત્ર કેમેરાની સામે દેખાડો હતો. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ અને તસવીર વાયરલ થઈ રહ્યા છે. તેમની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં તે પગપાળા ચાલી રહ્યા છે પંરતુ હાથ ઉપર ઉઠાવીને અભિવાદન કરતાં હોય તેમ હાથ હલાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક યૂઝરે લખ્યું, પીએમ મોદી ખાલી ટનલમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડ કેમેરાને હાથ બતાવી રહ્યા છે.PM modi waving hand to the die-hard fans!!! pic.twitter.com/fOlEs6oJXm
— Arsh Khurana (@arshkhurana) October 4, 2020
એક યૂઝરે લખ્યું, જો પીએમ મોદી આઈપીએલ ક્રિકેટ ખેલાડી હોત તો શું કર્યું હોત? તે ખાલી સ્ટેડિયમમાં પોતાનો હાથ હલાવતા અને બધા કેચ છોડી દેત.What would Modi do if he was a IPL cricket player ?
He would wave his hand at empty stadium and drop all the catches😖 pic.twitter.com/80LikPgLDn — ashok (@buddha2019) October 4, 2020
Image description: Modi walking in an empty tunnel waving at his best friend, the camera pic.twitter.com/4zAf9qPkL8
— anna (@annaverbee) October 4, 2020
એક યૂઝરે લખ્યું, મોદી જીને ખાલી ટનલમાં હાથ હલાવવા બદલ ટ્રોલન કરવાનું બધ કરો તે ખાલી Modi Wave બનાવાવનો પ્રયત્ન કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, પીએમ મોદી પોતાના die-hard fansને હાથ બતાવી રહ્યા છે.Stop trolling Modi ji for waving in empty tunnel. He is just trying to create Modi Wave.
— Nirmala Tai (@CrypticMiind) October 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion