(Source: ECI/ABP News/ABP Majha)
કોવિડથી સાજા થયેલા 7 વર્ષના બાળકને થઇ આ ગંભીર બીમારી, જાણો શું છે આ રોગના લક્ષણો અને કારણો
કોવિથી સાજા થયેલા કે કોવિડના દર્દીના સંપર્કમાં આવેલા બાળકને આ બીમારી થઇ શકે છે. જેના લક્ષણો કોવિડથી જરા જુદા છે. આવી જ બીમારી મહેસાણામાં 7 વર્ષના બાળકને જોવા મળી, શું છે તેના લક્ષણો જાણીએ
કડીમાં સાત વર્ષના બાળકમાં MISE નામનો રોગ જોવા મળ્યો. જેને મેડિકલ ભાષામાં Multi system inflammatory syndrome કહે છે. આ સાત વર્ષના બાળકને 104 તાવની સાથે શરીર પર ચકામા પડી ગયા હતા. જો કે સમયસર સારવાર મળી જતાં બાળકના જિંદગી બચાવી શકાય જો કે હેલ્થ એકસ્પર્ટના મત મુજબ જો બાળકને સમયસર સારવાર ન મળે તો મોતનું જોખમ વધી જાય છે. આ બીમારી શું છે અને તેના કારણો અને લક્ષણો છું છે. જાણીએ
MISE બીમારી શું છે
આ બીમારી સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. MISE એટલે Multi system inflammatory syndrome. આ બીમારીમાં શરીમાં જનરેટ થયેલી એન્ટીબોડી જ્યારે શરીરના ઓર્ગન પર અટેક કરે છે ત્યારે વ્યક્તિ બીમાર પડે છે.
MISE બીમારીના લક્ષણો
કોવિડથી સાજા થયેલા બાળકમાં ખાસ MISE એટલે Multi system inflammatory syndrome. આ બીમારીના લક્ષણોની વાત કરીએ તો કોવિડ સમાન જ લક્ષણો જોવા મળે છે.
MISE બીમારીના લક્ષણો
- સતત તાવ આવવા
- શરીર પર ચકામા થવા
- ડાયરિયા થવા
- વોમિટિંગ થવી
- શ્વાસ લેવામાં તકલીફ થવી
MISE બીમારીની બીમારી થવાના કારણો
કડી હોસ્પિટલમાં સાત વર્ષના બાળકને થયેલી આ બીમારીનો ઇલાજ કરી રહેલા ભાગ્યોદય હોસ્પિટલના ડોક્ટર અવિનાશ પટેલ સાથે વાતચીત કરતા તેમણે આ રોગ થવાના કારણો વિશે વાત કરતા કહ્યું કે, શરીરમાં કોવિડ થયા બાદ જે એન્ટીબોડી જનરેટ થયા છે તે જો અન્ય અંગો પર અટેક કરી તો જે સ્થિતિ સર્જાય છે તેને MISE કહે છે. આ બીમારી માત્ર કોવિડ સાજા થયેલા બાળકોમાં જોવા મળે છે. MISEને પોસ્ટ કોવિડની બીમારી પણ કહી શકાય. જો આ બીમારીમાં સમયસર સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.