ગુજરાતમાં કોરોનાના દર્દીઓને થતો જીવલેણ મ્યુકોરમાઇકોસિસ રોગ શું છે ? આ રોગનો દર્દી કેમ બચતો નથી ?
કોરોનાના સંક્રમણ બાદ મ્યુકોરમાઇકોસિસ નામની બીમારી હવે ચિંતા વધારી રહ્યું છે. આ રોગ એવા લોકો માટે ઘાતક સાબિત થઇ રહ્યો છે, તેઓ કોરોનાથી રિકવર થયાને થોડો સમય જ થયો હોય..આ રોગ શું છે અને કયાં કારણે થાય છે તેમજ તેના લક્ષણો શું છે. જાણીએ..
કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ તંત્ર સહિત લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. ઉલ્લેખયનિ છે કે, મ્યુકોરમાઇકોસિસના કેસ ગુજરાતમાં વડોદાર અને રાજકોટમાં નોંધાયા છે. જો કોરોનાના દર્દીને આ રોગ થાય તો તે વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે.
હાલ દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. આ સ્થિતિમાં હવે રોગ આવતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કોરોનાની સાજા થયેલા લોકોમાં હાલ મ્યુકોરમાઇકોસિસની બીમારી જોવા મળી રહી છે. પહેલા આ નવી મ્યુકોરમાઇકોસિસની બીમારીના લક્ષણો જાણીએ.. શું છે મ્યુકોરમાઇકોસિસની બીમારીના સાંકેતિક લક્ષણો...
કોરોનાની બીજી લહેરમાં લોકો ટપોટપ મરી રહ્યાં છે ત્યારે હવે કોરોનાની સાથે મ્યુકોરમાઇકોસિસના કેસો પણ નોંધાતાં લોકોની તકલીફો વધી છે. ગુજરાતમાં વડોદરા અને રાજકોટમાં મોટા પ્રમાણમાં મ્યુકોરમાઇકોસિસના કેસો મળી આવતાં ડોક્ટરો ચોંકી ઉઠ્યા છે. કોરોનાના દર્દીઓને આ રોગ થતાં તેમના માટે જે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
મ્યુકોરમાઇકોસિસના આ જીવલેણ રોગમાં આંખો, ગાલ નીચેના ભાગમાં સોજા આવવા, તાવ આવવો અને શરીરમાં દુ:ખાવા જેવાં લક્ષણો હોય છે. મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ પૈકીના તમામ અગાઉ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે અને કોરોના મટવાના આરે હતો ત્યારે જ આ રોગનો ભોગ બનતાં તેમના માટે જીવલેણ સાબિત થયો છે.
મ્યુકોરમાઇકોસિસ ફૂગ સામાન્ય છે. સામાન્ય સંજોગોમાં સામાન્યથી મધ્યમ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીને મ્યુકોરમાઇકોસિસ ફૂગ અસર કરતી નથી પણ કોરોનાની સારવાર દરમિયાન અપાતા સ્ટીરોઇડના હાઇ ડોઝ ડાયાબીટિસ ધરાવતા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી પાડે છે. તેન કારણે આ ફૂગ શરીરમાં ઘૂસીને સક્રિય બની જાય છે.
કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન આપવામાં આવે છે પણ આ ઓક્સિજન સાથેનું પાણી સ્ટરાઇલ રાખવાનું હોય છે. જો પાણી સ્ટરાઇલ ન કર્યું હોય તો પણ મ્યુકોર માઇકોસિસના ચેપની શક્યતા રહેલી હોય છે.
એકવાર મ્યુકોરમાઇકોસિસ ફુગનું સંક્રમણ થાય પછી તે શરીરમાં ઝડપથી પ્રસરવા માંડે છે. શરીરનાં મહત્વનાં અવયવો ફેફસા , મગજ અને કીડનીને પણ નુકસાન પહોંચાડે છે. જો ઝડપથી અને સમયસર સારવાર શરૂ ન કરવામાં આવે તો ગણતરીના દિવસોમાં જ દર્દીનું મૃત્યુ થઇ જાય છે. ઘમા કિસ્સામાં કોરોના મટ્યા બાદ 15 કે 20 દિવસ બાદ આ રોગનાં લક્ષણો દેખાય છે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ હવે મ્યુકોરમાઇકોસિસના રોગની ઝપટમાં આવી રહ્યા છે. પ્રથમ વેવ કરતા સેકન્ડ વેવમાં મ્યુકોરમાઇકોસિસ સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે