શોધખોળ કરો
Advertisement
Nisarga Cyclone ટકરાય તે પહેલા જાણો, જ્યારે વાવાઝોડું આવે ત્યારે શું કરશો અને શું નહીં ?
આવી સ્થિતિમાં આમ આદમીએ પણ સતર્ક રહેવાની જરૂર હોય છે. વાવાઝોડા વખતે સરકાર તરફથી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવે છે, જેને ફોલો કરવાની જરૂર હોય છે.
મુંબઈઃ કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત પર હવે નિસર્ગ વાવાઝોડાના ખતરો ઉભો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આશરે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને લઈ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે તૈયારી કરી દીધી છે. ભારતીય નૌસેના, ઈન્ડિયન કોસ્ટ અને એનડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે.
આવી સ્થિતિમાં આમ આદમીએ પણ સતર્ક રહેવાની જરૂર હોય છે. વાવાઝોડા વખતે સરકાર તરફથી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવે છે, જેને ફોલો કરવાની જરૂર હોય છે. આ સ્થિતિમાં અમે તમને વાવાઝોડની સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અંગે જણાવી રહ્યા છીએ. નેશનલ સાઈક્લોન રિસ્ટ મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP)એ આ માટે વિસ્તૃત ગાઇડલાઇન્સ જાહેર કરી છે.
- વાવાઝોડાની સ્થિતિમાં ટીવી કે રેડિયો પર સમાચાર સાંભળતા રહો.
- સરકાર તરફથી જાહેર કરવામાં આવતી ચેતવણી ધ્યાનથી સાંભળો. તેનાથી કોઈપણ પ્રકારની સ્થિતિમાં મદદ મળી શકશે.
- તમારી પાસે જે પણ સૂચના હોય તેને અન્ય લોકો સુધી પહોંચાડો. જ્યાં સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી કોઈ ખબર પર ભરોસો ન કરો.
- વાવાઝોડું આવવાની સ્થિતિમાં શક્ય તેટલા ઝડપથી દરિયા કિનારાથી દૂર જતા રહો.
- સરકાર તરફથી ખતરાને જોતાં ઘરને ખાલી કરવાનું કહેવામાં આવે તો સંકોચ વગર ઘર ખાલી કરી દો. તેનાથી તમારો જીવ બચી જશે.
- ઘરમાં હો તો બારી-દરવાજા બંધ કરી દો અને તેની પાછળ ભારે ચીજ લગાવી દો. માત્ર બારી-દરવાજાના આંકડિયાના ભરોસે ન રહો.
- વાવાઝોડા વખતે ઘરમાં વીજળીની મુખ્ય સ્વિચ બંધ કરી દો. રોશની માટે ટોર્ચ, મીણબત્તી અને માચિસનો ઉપયોગ કરો.
- જો ઘરમાં ગેસ પાઇપ લાઇન દ્વારા આવતો હોય તો મેઇન સપ્લાઇ પણ બંધ કરી દો.
- ઘરમાં પીવાના પાણીનો પૂરતો પ્રબંધ કરી લો. ખાવાની ચીજોનો પણ સ્ટોર કરી લો.
- ઘરમાં ફર્સ્ટ એજ કિટ તૈયાર રાખો. જેથી કરીને તોફાન વખતે નાની-મોટી ઈજા થાય કે તબિયત થોડી બગડે તો બહાર જવાની જરૂર ન પડે.
- વાવાઝોડા વખતે ઘર ખાલી કરવું પડે તો જરૂરી સામાન પેક કરો, આગામી થોડા દિવસો માટે ખાવા-પીવાની ચીજો, બાળકો-વડીલોની દવા સાથે લઈને બચાવકર્મીએ બતાવેલી જગ્યા પર જતા રહો. આ દરમિયાન તમારા ઘરની કે સંપત્તિની બિલકુલ ચિંતા ન કરો. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી ઘરે ન આવો.
- લોકો સાથે સંપર્કમાં રહેવા માટે મોબાઇલની બેટરી ફૂલ રાખો. વાત કરવાના બદલે એસએમએસનો ઉપયોગ કરો.
- જો ઘરની બહાર વાવાઝોડામાં ક્યાંય ફસાઇ ગયો હો તો બચવા માટે કોઇ વૃક્ષનો સહારો ન લો. શક્ય હોય ત્યાં સુધી કોઈ કોંક્રિટના મકાન નીચે આશરો લો.
- વાવાઝોડા પહેલા પણ તમારી પાસે ચેતવણી છે તો રેડિયો સેટમાં એકસ્ટ્રા બેટરી રાખો.
જો વાવાઝોડા દરમિયાન સાવધાની રાખશો તો તમને નુકસાન થવાની શક્યતા ઘણી ઓછી છે. આ દરમિયાન ગભરાવ નહીં, સતર્ક રહો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion