શોધખોળ કરો
Advertisement
સાંસદે મોદી સરકારને યાદ કરાવ્યું પોતાનું વચન, પૂછ્યું- 100 સ્માર્ટ સિટી ક્યારે બનશે? સરકારે આપ્યો આ જવાબ
જાન્યુઆરી 2016થી જૂન 2018 સુધીમાં 100 શહેરની સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશના 100 શહેરને સ્માર્ટ સિટી બનાવાવનો પ્રોજેક્ટ હાલમાં ચર્ચામાં છે. લોકસભામાં ઉઠાવવામાં આવેલ એક સવાલના જવાબમાં કેન્દ્ર સરાકરે હવે જણાવ્યું કે, શહેરની પસંદગી કર્યાની તારીખથી પાંચ વર્ષની અંદર તેને સ્માર્ટ સિટી બનાવવનો પ્રયત્ન છે.
સાંસદ દિયા કુમારીએ પૂછ્યો સવાલ
સાંસદ દિયા કુમારીએ ગુરુવારે શહેરી કાર્ય રાજ્ય મંત્રી હરદીપ સિંહ પુરીને પૂછ્યું હતું કે સ્માર્ટ સિટી માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે અને ક્યાં સુધીમાં સ્માર્ટ સિટી બનશે? તેના પર રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, જાન્યુઆરી 2016થી જૂન 2018 સુધીમાં 100 શહેરની સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવી હતી. સ્માર્ટ સિટી બનાવવા માટે 100 શહેરમાં પાંચ વર્ષની અંદર 48,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી છે.
દરેક શહેરને 500 કરોડ રૂપિયા આપવાનો પ્રસ્તાવ છે. આટલી જ બીજી રકમ સંબંધિત રાજ્ય સરકાર અથવા સ્થાનીક એકમ આપશે. મંત્રીએ કહ્યું કે, સ્માર્ટ સિટીની પસંદગીની તારીખથી આગામી પાંચ વર્ષની અંદર શહેરને તેની સાથે જોડાયેલ વિકાસ પ્રસ્તાવિત પ્રોજેક્ટ પૂરા થવાની આશા છે.
ક્યા મુખ્ય શહેર સ્માર્ટ સિટીના લિસ્ટમાં છે?
લખનઉ, કાનપુર, અલાહબાદ, અલીગઢ, ઝાંસી, બરેલી, ભુવનેશ્વર, અમૃતસર, ધર્મશાળા, ચંદીગઢ, જયપુર, સૂરત, અમદાવાદ, જબલપુર, નાગપુર, નાસિક, રાજકોટ, પટના વગેરે શહેર સ્માર્ટ સિટીની યાદીમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement