(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં કોરોના થર્ડ વેવ ક્યારે આવશે ? ભારત આ ત્રીજી લહેર માટે તૈયાર છે કે નહીં ? જાણો મોટા સમાચાર
દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ સમય દરમિયાન એક્સપર્ટ દેશમાં ત્રીજી લહેર આવવાના પણ સંકેત આપી રહ્ચાં છે. ત્રીજી લહેર ક્યારે આવશે અને ત્રીજી લહેર માટે ભારતમાં શું તૈયારી છે. તેના પર કાનપુર આઇઆઇટીએ સ્ટડી કર્યું છે.
દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ સમય દરમિયાન એક્સપર્ટ દેશમાં ત્રીજી લહેર આવવાના પણ સંકેત આપી રહ્ચાં છે. ત્રીજી લહેર ક્યારે આવશે અને ત્રીજી લહેર માટે ભારતમાં શું તૈયારી છે. તેના પર કાનપુર આઇઆઇટીએ સ્ટડી કર્યું છે.
IIT કાનપુરના અઘ્યયયન મુજબ ભારતમાં કોોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબરના શરૂઆતમાં આવી શકે છે. ભારતની કોરોનાની ત્રીજી લહેર માટે કેટલી તૈયારી છે, તે મુદ્દે પણ કાનપુર આઇઆઇટીએ સ્ટડી બાદ એક રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ત્રીજી લહેર માટે ભારતની તૈયારીને અપૂરતી બતાવવામાં આવી છે. ત્રીજી લહેરની ભંયકરતાને ઓછી કરવા માટે વેક્સિનેશનને તેજ બનાવવું જરૂરી છે પરંતુ હાલ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખોરવાઇ રહી છે. અપરૂતા વેક્સિનના સ્ટોકના કારણે વેક્સિનેશનની પ્રક્રિયામાં પણ અવરોધ આવી રહ્યાં છે. ત્રીજી લહેરની તૈયારી માટે આ સૌથી ચિંતાજનક બાબત છે. ભારતીય વસ્તીના લગભગ 9.2 ટકા લોકોએ ઓછામાં ઓછું પ્રથમ ડોઝ મેળવ્યો છે. દૈનિક રસીકરણનાં લક્ષ્યાંકો ફક્ત ચારથી પાંચ મિલિયન જેટલા ગુણ જેટલા છે.
વેક્સિનેશન મોટો પડકાર
5એપ્રિલે દેશમાં સૌથી વધુ 43,00,966 લોકોએ વેક્સિન લીધી હતી પરંતુ 9 મેના રોજ, આ દરમાં 84 ટકાનો ઘટાડો થયો. હવે થર્ડ વેવનો સામનો કરવા માટે 120 કરોડ લોકોનું પાંચ મહિનામાં વેક્સિનેશન થવું જોઇએ. પરંતુ હાલ વેક્સિનની કમીને કારણે આ લક્ષ્યને પાર કરવું સરળ નથી લાગતું. આસ્થિતિનને જોતો દિલ્હી, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશે રસી ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર લગાવવાનો નિર્ણય લીધો છે.
ત્રીજી લહેરમાંમાં લોકોએ કોરોના વાયરસના મ્યૂટન્ટેશન માટે તૈયાર રહેવું જરૂરી છે. આ માટે જરૂરી છે કે, લોકોએ કોવિડના પ્રોટોકોલનું ચુસ્તાથી પાલન કરવું અને માસ્ક અને સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરવું ,જો કે આ સમય દરમિયાન થતાં કુંભમેળા અને હૈદરાબાદમાં યોજાયેલી જાહેર નમાઝ જેવા કાર્યક્રમો સ્થિતિને વધુ ગંભીર બનાવવા માટે જવાબદાર છે. આ લોકો સુપરસ્પેડર બનીને વાયરસને વધુ ફેલાવવમાં મદદગાર થાય છે. વેક્સિનેશન પહેલા મુદ્દે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
ઓક્સિજનની પ્રોપર સપ્લાય નથી
કાનપુર આઇઆઇટીએ સ્ટડી રિપોર્ટમાં જણાવવમાં આવ્યું કે, જો કોરોનાની બીજી લહેરથી સીખવામાં આવે તો ત્રીજી લહેરની ભયંકરતાને ઘટાડી શકાય. જો કે આ માટે રાજિકિય ઇછાશક્તિ મહત્વની છે. બીજી લહેરમાં વિદેશથી ઓક્સિજનની સપ્લાય કરવા છતાં પણ ઓક્સિજનની ડિમાન્ડને પુરી નથી કરી શકાય. ઓક્સિજનની સપ્લાય માટેનું અયોગ્ય મેનેજમેન્ટ પર મહામારીમાં એક પડકારરૂપ છે. આ દરેક ક્ષતિની પૂર્તિ કરવા માટે અને પ્લાનિંગ માટે લાંબા સમયથી ઇન્ડિયન મેડિકલ અસોસિએશન લોકડાઉનની માંગણી કરી રહ્યું છે. IMAનું કહેવું છે કે, જો આયોજન સાથે લોકડાઉન કરવામાં આ્વ્યું હોત તો ડોક્ટર નર્સને યોગ્ય મેનેજમેન્ટ અને પ્લાનિંગનો સમય મળી રહેત