શોધખોળ કરો

Weather Update Today: ગરમીથી ક્યારે મળશે રાહત, ગુજરાત સહિત આ રાજ્યોમાં આજે પડશે વરસાદ, જાણો હવામાન અપડેટ

IMD Weather Update: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, કર્ણાટકમાં આજે એટલે કે વરસાદની સંભાવના છે.

Weather Update Today: ઓક્ટોબર મહિનો લગભગ અડધો વીતી ગયો હોવા છતાં દેશભરમાં લોકોને ગરમીથી રાહત મળી રહી નથી. દેશની રાજધાની દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં લોકો ઉનાળાની જેમ એસી, પંખા અને કુલર ચલાવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, કર્ણાટકમાં આજે એટલે કે વરસાદની સંભાવના છે.

જો રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો અહીંના હવામાનમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડાથી સવારે હળવી ઠંડીનો અહેસાસ થાય છે, જો કે લોકોને ફરી દિવસ દરમિયાન તડકાનો સામનો કરવો પડે છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે (15 ઓક્ટોબર) દિલ્હીમાં વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હાલ હવામાન સૂકું છે. લખનૌમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની સંભાવના છે.

પંજાબ અને હિમાચલમાં ભારે વરસાદની આગાહી

આ સિવાય જો એનસીઆરની વાત કરીએ તો નોઈડામાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની સંભાવના છે, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે 14 અને 15 ઓક્ટોબરે બે દિવસ પંજાબમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થશે. હિમાચલ પ્રદેશમાં પણ 14 થી 18 ઓક્ટોબર સુધી પાંચ દિવસ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ સિવાય 16 ઓક્ટોબરે સાત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળ્યો છે. IMD અનુસાર, રાજ્યમાં આજે એટલે કે શનિવાર (14 ઓક્ટોબર) અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે ઘણા જિલ્લાઓમાં આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે.

Weather Update Today: ગરમીથી ક્યારે મળશે રાહત, ગુજરાત સહિત આ રાજ્યોમાં આજે પડશે વરસાદ, જાણો હવામાન અપડેટ

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના લીધે 14થી 16 તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રિના રંગમાં પણ ભંગ પડી શકે છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  14 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.  14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે.  16મી તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે.  16મી તારીખથી અરબી સમુદ્રમાં હલચલ શરૂ થશે. 17, 18 અને 19મીએ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે. 20 ઓક્ટોબરથી લઈને 24 ઓક્ટોબર સુધીમાં અરબી સમુદ્રમાં ચક્રવાત ઉભુ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.   અરબી સમુદ્રના ચક્રવાતના કારણે ગુજરાતના દરિયાકાંઠે વરસાદ પાડવાની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget