(Source: ECI/ABP News/ABP Majha)
દુનિયાના ક્યા દેશોએ કોરોનાને આપી મહાત ? ક્યા દેશમાં વિદેશી ટુરિસ્ટ પણ આવવા માંડ્યા ?
ઇઝરાયલે પોતાના દેશમાં મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવ્યું અને અત્યાર સુધીમાં દેશના મોટાભાગના લોકોને રસીના બન્ને ડોઝ અપાઈ ગયા છે.
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. ભારતમાં અનેક જગ્યાએ લોકડાઉન અને આકરા નિયંત્રણો પ્રશાનસ દ્વારા લાદવામાં આવ્યા છે ત્યારે કેટલાક દેશ એવા પણ છે જેમણે કોરોનાને નિયંત્રણ લઈને લોકજીવન સામાન્ય થઈ ગયું છે. જે દેશોએ કોરોનાને કાબુમાં લઈ લીધો છે તેમાં પ્રથમ નામ ઇઝરાલનું આવે છે. ઇઝરાયલે મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવ્યું અને કોરોનાના નિયંત્રણમાં લેતા હવે પોતાના દેશમાં સરકારે નાગરિકોને માસ્ક પહેરવામાંથી છૂટ આપી દીધી છે. અહીં લોકો હવે જાહેર સ્થળો પર માસ્ક વગર ફરી શકે છે. ઇઝરાયલની જેમ જ બ્રિટન અને અમેરિકામાં પણ કોરોનાનો કહેર ઓછો થઈ ગયો છે.
ઇઝરાયલે કોરોના પર નિયંત્રણ મેળવ્યું
ઇઝરાયલે પોતાના દેશમાં મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવ્યું અને અત્યાર સુધીમાં દેશના મોટાભાગના લોકોને રસીના બન્ને ડોઝ અપાઈ ગયા છે. ઇઝરાયલ સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશની 93 લાખની વસ્તીમાંથી 53 ટકાથી વધારે લોકોને ફાઈઝરની રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે. આ રસીની ક્ષમતા 90 ટકાથી વધારે છે. ઇઝરાયેલે ડિસેમ્બર 2020થી વેક્સિનેશનની શરૂઆત કરી હતી.
ઇઝરાયમાં રસીકરણ અભિયાન પછી દેશમાં કોરોનાના ગંભીર કેસ અને કોરોનાથી થનારા મોતના આંકડા ઘટી રહ્યા છે. ઇઝરાયલમાં હવે અન્ય દેશના ટૂરિસ્ટને પણ આવકાર મળી રહ્યો છે.
બ્રિટને પણ કોરોનાના પર નિયંત્રણ મેળવ્યું
બ્રિટનમાં જે વેરિએન્ટને કારણે બીજી લહેર તે 70 ટકા જેટલો ઘાતક હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ડિસેમ્બરમાં જ એકલા લંડનમાં આ વાયરસથી 62% લોકો સંક્રમિત થઈ ગયા. અને જાન્યુઆરીની શરૂઆત થતાં જ બ્રિટનમાં આ બીમારીથી દરરોજ 60થી 67 હજાર કેસ મળતા હતા. બ્રિટન સરકારે બીજી લહેર પર કંટ્રોલ મેળવવા સરકારે વધુ મોડું ન કરતા 4 અઠવાડીયાના કડક લોકડાઉનની જાહેરાત કરી દિધી હતી. જેની સકારાત્મક અસર 3 માસમાં જ જોવા મળી. અહીં પહેલાં 60 હજાર દર્દી દરરોજ નોંધાતા હતા, જે ઘટીને હવે 3 હજારથી પણ ઓછા થઈ ગયા છે. બ્રિટેનમાં દરેક 100 વ્યક્તિએ 63 લોકોએ વેક્સિન લગાવી છે જેનાથી મોતમાં 95% ઘટાડો આવ્યો છે.
બ્રિટનમાં માત્ર અતિ ગંભીર દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. બ્રિટન સરકારના મત મુજબ 99 ટકા દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણ જ હોય છે. ચિકિત્સા સંસાધન માત્ર એક ટકા અતિ ગંભીર લોકો માટે જ હોવી જોઈએ.
આ ઉપરાંત બ્રિટનમાં કોવિડ પ્રોટોકોલ નિયમોનું પણ કડકપણે પાલન કરાવવામાં આવ્યું. માસ્ક ન પહેરનારને દંડ, ખુલ્લી જગ્યાએ છથી વધુ લોકોને એક સાથે ઊભા રહેવા પર પ્રતિબંધ, જેમાં બાળકો પણ સામેલ હતા. એક વખત પોઝિટિવ આવ્યા બાદ તેઓને બીજી વખત ટેસ્ટ ન કરાવવાની કડક મનાઈ.
અમેરિકાએ પણ કોરોના સામે જંગ જીતી
અમેરિકામાં જો બાઈડને શપથ લીધા ત્યાર બાદથી કોરોનાની મહામારી સામે પણ રાહત મળી છે. અમેરિકામાં 2,66,99,417 એક્ટિવ કેસ છે જેમાંથી 2,61,05,411 એટલે કે 98 ટકા લોકો રિકવર થઈ ગયા છે. અમેરિકામાં 6 મેનાં રોજ 47,819 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 860 લોકો મોતને ભેટ્યા હતા. આ પહેલાં અમેરિકામાં લાખોની સંખ્યામાં સંક્રમિત લોકોનો આંકડો આવતો હતો જ્યારે મૃત્યુદર પણ ઘણો જ ઉંચો હતો, જ્યાં હવે કંટ્રોલ જોવા મળી રહ્યો છે.
અમેરિકાએ પણ કોરોના વિરૂદ્ધની જંગ લગભગ જીતી લીધી છે. અમેરિકામાં જે લોકો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થઈ ગયા છે તેઓને મોટી ભીડ સિવાય કયાંય માસ્ક પહેરવાનું જરૂરી નથી. જે લોકોએ વેક્સિન નથી લગાવી તેઓ પણ થોડી ઘણી સ્થિતિઓને બાદ કરતા માસ્ક વગર ઘરમાંથી બહાર નીકળી શકે છે. કોરોનાને કારણે અમેરિકામાં પોણા છ લાખ લોકો મોતને ભેટ્યા છે.