કોવેક્સિનને મંજૂરી આપવાને લઈ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં નિર્ણય કરી શકે છે WHO, જાણો કોણે આપી આ જાણકારી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સિન કોવૈક્સીન (Covaxin) માટે ઇમરજન્સી ઉપયોગના યાદીમાં સામેલ કરવાને લઈ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લઈ શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ભારત બાયોટેકની કોવિડ-19 વેક્સિન કોવૈક્સીન (Covaxin) માટે ઇમરજન્સી ઉપયોગના યાદીમાં સામેલ કરવાને લઈ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં નિર્ણય લઈ શકે છે. ભારતમાં આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે, પરંતુ ડબલ્યૂએચઓ અત્યાર સુધીકોઈ નિર્ણય નથી કર્યો.
ડબ્લ્યૂએચઓના પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારે સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એનવાયરમેન્ટ (સીએસઈ) દ્વારા આયોજિન વેબિનારને સંબોધિત કરતા કહ્યું કે કોવેક્સિનના નિર્માતા ભારત બાયોટેક તેના તમામ આંકડા અમારા પોર્ટલ પર અપલોડ કરી રહ્યું છે અને WHO કોવૈક્સીનની સમીક્ષા કરી રહ્યું છે.
ડબ્લ્યૂએચઓના દિશાનિર્દેશો અનુસાર ઈયૂએલ એક પ્રક્રિયા છે. EUL પ્રક્રિયા હેઠળ નવા કે લાયસન્સ વગરના ઉત્પાદકોને ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે જેથી સ્વાસ્થ્યને લઈને ઊભી થયેલી ઇમરજન્સી પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરી શકાય.
સ્વામીનાથનને જણાવ્યું EUL માટે એક પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે અને વેક્સિનની મંજૂરી પ્રાપ્ત કરવા માટે કંપનીએ ત્રણ તબક્કાની ટ્રાયલના ડેટા રજૂ કરવાના હોય છે, જેની તપાસ WHO અંતર્ગત નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે અને મંજૂરી આપવામાં આવે છે. હાલમાં WHO તરફથી કોરોના વેક્સિન ફાઇઝર/બાયોએનટેક, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો/સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, એસ્ટ્રાઝેનેકા એયૂ, જાનસ્સેન, મોડર્ના અને સિનોફાર્મને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.
WHOના વૈજ્ઞાનિકે તે પણ જણાવ્યું કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ખુબ સંક્રામક છે. તેમણે કહ્યું- વેક્સિનના બે ડોઝ ડેલ્ટા વેરિએન્ટથી બચાવ માટે જરૂરી છે પરંતુ તેમ છતાં તમે સંક્રમિત થઈ શકો અને તેને ફેલાવી શકો છો. તેથી માસ્ક અને અન્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેમણે તે કંપનીઓનો પણ ઉલ્લેખ કર્યો જે વેક્સિનના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝની જરૂરીયાત પર ભાર આપી રહી છે. તેમણે કહ્યું કે, હાલ બૂસ્ટર ડોઝની જરૂર નથી. વેક્સિનેશન અભિયાનને સંતોષકારક ગણાવતા તેમણે કહ્યું- વેક્સિન લેનારામાં 8, 10 કે 12 મહિના સુધી ઇમ્યૂન રિસ્પોન્સ યથાવત જોવામાં આવ્યો છે.