Nikhil Sosale Profile: બેંગલુરુ ભાગદોડ કેસમાં RCBના નિખિલ સોસલેની ધરપકડ, જાણો કોણ છે તે?
Nikhil Sosale Profile: નિખિલ કથિત રીતે શહેર છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો.

Nikhil Sosale Profile: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની IPL ટ્રોફી જીતની ઉજવણીમાં 11 લોકોના મોત બાદ પોલીસે નિખિલ સોસાલેની ધરપકડ કરી છે. અગાઉ, પોલીસે RCB ફ્રેન્ચાઇઝી, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની DNA એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સામે FIR નોંધી હતી. નિખિલ કથિત રીતે શહેર છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. જાણો નિખિલ કોણ છે?
RCB માર્કેટિંગ હેડ નિખિલ સોસાલે કથિત રીતે શહેર છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સોસાલેએ પોલીસની પરવાનગી વિના વિધાન સૌધાથી ચિન્નાસ્વામી સુધી વિજય પરેડની જાહેરાત કરી હતી. પોલીસે ના પાડી છતાં તેણે પોસ્ટ હટાવી નહોતી જેનાથી ચાહકો ગેરમાર્ગે દોરાયા હતા.
તેણે દાવો કર્યો હતો કે ગેટ 9 અને 10 નજીક બપોરે 1 વાગ્યે મફત ટિકિટનું વિતરણ કરવામાં આવશે પરંતુ આવું કાંઇ થયું નહીં જેના કારણે ભીડ એકઠી થઈ હતી. બીજી પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં પ્રવેશ બપોરે 3 વાગ્યે શરૂ થશે, જેનાથી મૂંઝવણ વધી ગઈ હતી.
નિખિલના નિર્દેશ પર કથિત રીતે ડીએનએ નેટવર્કના નિર્દેશો મુજબ, 22 માંથી ફક્ત 3 ગેટ (19, 20 અને 22) ખોલવામાં આવ્યા હતા. બધી જાહેરાતો આરસીબીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કરવામાં આવી હતી, જે સોસલેની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવતી હતી.
નિખિલ સોસલે કોણ છે?
નિખિલ સોસલે Diageo Indiaમાં આરસીબીના માર્કેટિંગ અને રેવન્યુ હેડ છે. વિરાટ કોહલી સાથે તેના ઘણા ફોટા છે. તે ઘણી વખત અનુષ્કા શર્મા સાથે સ્ટેન્ડમાં બેઠેલો પણ જોવા મળ્યો છે. તેની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, તે આરસીબીના બિઝનેસ એન્ડ કોમર્શિયલ ઓપરેશન્સને લીડ કરી ચૂક્યો છે. તે 2023 સુધી આરસીબીમાં બિઝનેસ પાર્ટનરશીપ્સનો હેડ રહ્યો છે. તે સપ્ટેમ્બર 2023 થી, એટલે કે છેલ્લા 2 વર્ષથી માર્કેટિંગ અને રેવન્યુનો વડા છે.
આઈપીએલ 2025 દરમિયાન દરેક મેચમાં અનુષ્કા શર્મા સાથે એક છોકરી પણ જોવા મળી હતી, જે ખૂબ વાયરલ થઈ હતી. રિપોર્ટ અનુસાર, તે છોકરી નિખિલ સોસલેની પત્ની છે, જેનું નામ માલવિકા નાયક છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઇન્સ્ટાગ્રામ પર નિખિલ અને માલવિકા બંનેને ફોલો કરે છે. જોકે, બંનેની પ્રોફાઇલ ખાનગી છે.
નિખિલ ઉપરાંત, પોલીસે આ કેસમાં વધુ ત્રણ લોકોની અટકાયત કરી છે, તેમની પણ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલમાં, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કાર્યક્રમનું આયોજન કરવામાં કયા નિયમોની અવગણના કરવામાં આવી હતી.



















