Bengaluru Stampede: બેંગલુરુ ભાગદોડ મામલે કાર્યવાહી, RCB, ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની, કર્ણાટક ક્રિકેટ બોર્ડ વિરુદ્ધ FIR
આ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, KSCA અધિકારીઓ અને RCB ખેલાડીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

Bengaluru Stampede: બુધવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડના કેસમાં પોલીસે IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ઇવેન્ટ કંપની DNA નેટવર્ક્સ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
Bengaluru stampede | FIR filed against RCB, DNA (event manager), KSCA Administrative Committee and others at Cubbon Park Police Station. FIR stated criminal negligence in the stampede incident. Sections 105, 125 (1)(2), 132, 121/1, 190 R/w 3 (5) have been invoked in the FIR.
— ANI (@ANI) June 5, 2025
પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (જીવ લેવા જેવો ગુનો છે, પરંતુ હત્યા નહીં), કલમ 125(12) (અન્ય લોકોના જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવી), કલમ 142 (ગેરકાયદેસર સભા), કલમ 121 (ગુનામાં ઉશ્કેરણીની ભૂમિકા) અને કલમ 190 (ગેરકાયદેસર સભાના સભ્ય દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે જવાબદારી) હેઠળ FIR નોંધી છે.
STORY | Bengaluru Stampede: CM suspends police commissioner, orders arrest of representative of RCB and others after FIR
— Press Trust of India (@PTI_News) June 5, 2025
READ: https://t.co/W56LnXeDro pic.twitter.com/LSBlnlqp00
મુખ્યમંત્રી અને RCB ખેલાડીઓ વિરુદ્ધ પણ ફરિયાદ
એક વકીલ નટરાજા શર્માએ પણ આ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, KSCA અધિકારીઓ અને RCB ખેલાડીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ બધાએ કાર્યક્રમના આયોજન અને ભીડ વ્યવસ્થાપનમાં ગંભીર બેદરકારી દાખવી, જેના કારણે આ દુર્ઘટના બની હતી.
ભાગદોડમાં 11 લોકોનાં મોત, ઘણા ઘાયલ
આ દુર્ઘટના બુધવારે થઇ હતી જ્યારે હજારો લોકો 18 વર્ષ પછી RCB ને IPL ટ્રોફી જીતવાની ઉજવણી કરવા સ્ટેડિયમ જવા માટે એકઠા થયા હતા. RCBની વિજય પરેડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાવાની હતી, લોકો તેમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઉજવણી દરમિયાન સ્ટેડિયમની બહાર અને અંદર ભીડ અચાનક બેકાબૂ બની ગઈ, જેના કારણે અરાજકતા સર્જાઈ હતી. ઘણા લોકો કચડાઈ ગયા અને ડઝનેક ઘાયલ થયા હતા.
હજારો RCB ચાહકો તેમની ટીમને ઉત્સાહિત કરવા અને વિજેતા ખેલાડીઓની એક ઝલક જોવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન એક મોટી ભીડ એક ગટર પર મૂકવામાં આવેલા કામચલાઉ સ્લેબ પર ઉભી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્લેબ લોકોનું વજન સહન કરી શક્યો નહીં અને અચાનક તૂટી ગયો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકો સ્લેબ તૂટવાથી નીચે પડી ગયા અને ભીડમાં કચડાઈ ગયા હતા.





















