મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાશે ? જાણો ઉધ્ધવ સરકારના મંત્રીએ આપ્યો શું સંકેત ?
આવા મુસીબતના સમેય કેન્દ્ર સરકાર તરફતી કરોના રસી પણ રાજ્યને પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં કોરોના કેસ (Maharashtra Corona Cases)ને કારણે બગડતી સ્થિતિને જોતા રાજ્યમાં 3 સપ્તાહનું લોકાડઉન લાગી શકે છે. કોંગ્રેસ નેતા અને મંત્રી વિજય વડેટ્ટીવારે આ વાતના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યના લોકોનો જીવ બચાવવા માટે આ કરવું જરૂરી છે.
વડેટ્ટીવારે કહ્યું કે, આવા મુસીબતના સમેય કેન્દ્ર સરકાર તરફતી કરોના રસી પણ રાજ્યને પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. જ્યારે ગુજરાતને જરૂરત કરતાં વધારે રસી આપવામાં આવી છે. એવામાં લોકોનો જીવ બચાવવો એ સૌથી મહત્ત્વનું છે માટે લોકડાઉન જરૂરી લાગે છે.
વડેટ્ટીવારે કહ્યું કે, મુંબઈની લોકલ ટ્રેડનને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે, ટ્રેનમાં પણ પ્રવાસીઓ માટે કડક નિયમ લગાવવામાં આવી શકે છે. મંત્રીજીના આ નિવેદન બાદ હવે ઉદ્ધવ ઠાકરે શું કેટલાક નવા નિયમો સાથે લોકો સાથે સંવાદ કરશે? તેના પર પણ લવોકોની નજર ટકેલી છે.
દર્દીની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે
આગામી 10 દિવસમાં મહારાષ્ટ્રની અંદર એક્ટિવ દર્દીની સંખ્યા 10 લાખ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં પણ વિપક્ષ રાજનીતિ કરવા ઉતરી છે. જ્યારથી એમપીએસસીની પરીક્ષા રદ્દ થઈ છે ત્યારથી ભાજપ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે ભાજપ વેપારીઓને ભડકાવવાનું કામ કરી રહી છે.
રાજ્યમાં માત્ર બે દિવસના ડોઝ ઉપલબ્ધ
કોરોના રસીના મુદ્દે મહારાષ્ટ્ર સરાકરના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ ગુરૂવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં હવે માત્ર 9 લાખ ડોઝ જ વધ્યા છે. જેને સમગ્ર રાડ્યમાં ડિસ્ટ્રીબ્યૂટ કર્યા છે. આ ડોઝ માત્ર 2 દિવસ સુધી જ ચાલશે. સમગ્ર રાજ્યમાં 4000 રસીકરણ કેન્દ્ર છે.
કેન્દ્ર તરફતી જે નવો આદેશ આવ્યો છે તે અનુસાર નવો સ્ટોક 15 એપ્રિલથી મળશે. જ્યાં સુધી નવો સ્ટોક ન મળે ત્યાં સુધી જેટલા ડોઝ છે તેને આપ્યા બાદ સેન્ટર બંધ કરવા પડશે. હાલમાં 5થી 6 રસીકરણ કેન્દ્ર પૂરી રીતે બંધ કરવા પડ્યા છે. 8 એપ્રિલ એટલે કે ગુરુવારથી 15 એપ્રિલ સુધી 15 જિલ્લામાં રસીકરણ કેન્દ્ર બંધ કરવા પડી શકે છે. અંદાજે 7 દિવસ સુધી રસીકરણ અભિયાન રોકવું પડશે.