(Source: ECI/ABP News/ABP Majha)
Canada News : શું ભારતીય સ્ટૂડન્ટસના વિઝા કેનેડા કેન્સલ કરશે? વાલી અને વિદ્યાર્થીઓની વધી ચિંતા, જાણો અપડેટસ
કેનેડા અને ભારત વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ચિંતિત છે.
India Canada News :પંજાબમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જાય છે. આવી સ્થિતિમાં તેમનું ભવિષ્ય પણ જોખમમાં છે. હાલમાં પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્ટડી વિઝા પર કેનેડા ગયા છે.
કેનેડા અને ભારતની સરકારો વચ્ચે વધેલા તણાવ બાદ પંજાબથી કેનેડા સ્ટડી વિઝા પર જઈ રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતિત છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલો આ વિવાદ માત્ર વેપારને જ નહીં પરંતુ કેનેડાના મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને પંજાબીઓને પણ અસર કરશે. કેનેડા જવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને હવે ડર છે કે આગામી દિવસોમાં કેનેડા તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી શકે છે.
હાલમાં પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા (પંજાબ સ્ટુડન્ટ્સ ઇન કેનેડા) પર કેનેડા ગયા છે. પંજાબમાંથી દર વર્ષે સેંકડો યુવાનો અભ્યાસ માટે કેનેડા જાય છે. વિદ્યાર્થી દીઠ ફી પાછળ અંદાજે રૂ. 25 લાખનો ખર્ચ થાય છે. જો કે, જો બંને દેશો વચ્ચે તણાવ વધતો રહેશે તો કેનેડા દેશમાં પ્રવેશ માટેના નિયમો કડક કરી શકે છે. આમાં તેમના વિઝા રદ કરવા અને તેમને દેશનિકાલ કરવાનો પણ સમાવેશ થાય છે.
પંજાબના લોકો કેનેડામાં કામ કરે છે. વેપારી સમુદાયમાં પણ તેમનો પ્રભાવ છે. ખેતીથી લઈને ડેરી ફાર્મિંગ પણ પંજાબીઓ કરે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
ભારત અને કેનેડા વચ્ચે 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન વિવાદ શરૂ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટમાં ભાગ લેવા આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે કેનેડામાં વધી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર કેનેડાના વડાપ્રધાને કહ્યું કે, ભારતે કેનેડાના ઘરેલુ મામલામાં દખલ ન કરવી જોઈએ. ટ્રુડોએ નિજ્જરના મૃત્યુનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને તેને કેનેડિયન નાગરિક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેની હત્યા કરવામાં આવી છે.
કોણ હતા હરદીપ સિંહ નિજ્જર?
હરદીપ સિંહ નિજ્જર જેમને કેનેડા સરકાર પોતાનો નાગરિક કહી રહી છે. તે 10 લાખ રૂપિયાના ઈનામ સાથે આતંકવાદી હતો. તે 1992માં પંજાબથી ભાગી ગયો હતો. તે ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. KTFએ પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યા કરી હતી. નિજ્જર પર સરહદ પારથી હથિયારોની ગેરકાયદેસર દાણચોરી, માદક દ્રવ્યોના વેપાર સિવાય ટારેગટ કિલિંગમાં પણ સામેલ હતો. નિજ્જરને 2020માં આતંકીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.