Proud Moment : ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાન વિક્રાંત ઉનીયાલે Everestના શિખર પર પહોંચી રાષ્ટ્રગાન ગાયું, જુઓ છાતી ફુલાવી દેનારો Video
WC Vikrant Uniyal on Everest : ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાન વિંગ કમાન્ડર વિક્રાંત ઉનીયાલે એવરેસ્ટ સર કરી, એવરેસ્ટના શિખર પર પહોચ્યાં હતા.
Vikrant Uniyal on Everest : ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાનોના પરાક્રમની સોડમ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાન વિંગ કમાન્ડર વિક્રાંત ઉનીયાલે (WC Vikrant Uniyal) એવરેસ્ટ સર કરી, એવરેસ્ટના શિખર પર પહોચ્યાં હતા. એવરેસ્ટના શિખર પર પહોચી તેમણે ભારતના રાષ્ટ્રધ્વજ અને ભારતીય વાયુસેનાના ધ્વજને સાથે રાખી રાષ્ટ્રગાન ગાયું હતું અને ભારતમાતાનો જયઘોષ કર્યો હતો. આ વિડીયો જોઈને તમારી છાતી પણ ગજ ગજ ફૂલી જશે. જુઓ ભારતીય વાયુસેનાના જાંબાઝ જવાન વિક્રાંત ઉનીયાલનો આ વિડીયો -
#WATCH | Wing Commander Vikrant Uniyal of the Indian Air Force climbed Mt. Everest and sang national anthem and hoisted the Indian flag on the summit of Mt. Everest on May 21: Defence PRO, Prayagraj pic.twitter.com/MVtXf2qYUQ
— ANI (@ANI) May 30, 2022
21 મેં ના રોજ એવેરેસ્ટના શિખરે પહોંચ્યા
ગત 21 મેં ના રોજ હિમાલયના સર્વોચ્ચ શિખર એવરેસ્ટ પર વિજયધ્વજ લહેરાવનાર વિક્રાંત યુનિયાલનું માનવું છે કે આ ઉંચાઈને સ્પર્શવા માટે કંઈક હાંસલ કરવાની ખેવના, માતા-પિતા, ભાઈઓ અને નસીબની સાથે પ્રિયજનોના આશીર્વાદ પણ ભેગા થયા, કારણ કે જ્યારે એવરેસ્ટ પર પહોંચ્યો ત્યારે બરાબર તેના 30 મિનિટ પછી ત્યાંનું હવામાન ખૂબ જ ખરાબ થઈ ગયું. જો ક્લાઇમ્બીંગ કરતી વખતે હવામાન ખરાબ હોત તો એવરેસ્ટના શિખરને સ્પર્શવાનું સપનું પૂરું ન થયું હોત.
ભારતીય વાયુસેનાના જવાન વિંગ કમાન્ડર વિક્રાંત ઉનીયાલે 1997માં એનડીએથી પાસ આઉટ થયા હતા અને 2000માં તેમને કમિશન આપવામાં આવ્યું હતું, તેણે કહ્યું કે તે ભાગ્યશાળી છે કે નસીબે તેમને સાથ આપ્યો.
કેવી રીતે પર્વતારોહી બન્યા ?
જ્યારે તેઓ સાતમા ધોરણમાં હતા ત્યારે તેમણે નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગમાંથી પર્વતારોહણનો કોર્સ કર્યો હતો. એરફોર્સમાં જોડાયા પછી તેમણે 2018 માં સિયાચીનમાં આર્મી માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (AMI) માં તાલીમ લીધી. લદ્દાખની ઝંસ્કર ખીણમાં શિયાળામાં અત્યંત દુર્ગમ વિસ્તારમાં ટ્રેકિંગ પણ કર્યું છે.
ઘરે પરત આવશે ત્યારે ભવ્ય ઉજવણી થશે
ઉત્તરાખંડના ટિહરી ગામના વતની અને હાલમાં દેહરાદૂનમાં રહેતા એકે ઉનિયાલ અને ઉમા ઉનિયાલે જણાવ્યું કે તેમના પુત્રએ એવરેસ્ટ પર વિજય મેળવતા દરેક જણ ખુશ છે. એકે ઉનિયાલના જણાવ્યા અનુસાર, તેમના પુત્ર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે 2-3 જૂનના રોજ તેઓ દેહરાદૂનમાં તેમના નિવાસસ્થાને પહોંચશે. તે ઘરે આવશે ત્યારે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.