શોધખોળ કરો
Video: મહિલાએ અન્ય જ્ઞાતિના યુવક સાથે કર્યા લગ્ન, જાણો શું મળી સજા?
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ અન્ય જાતિના પુરુષ સાથે લગ્ન કરતા તેને જાહેરમાં સજા આપવામાં આવી હતી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક મહિલાએ અન્ય જાતિના પુરુષ સાથે લગ્ન કરતા તેને જાહેરમાં સજા આપવામાં આવી હતી. સજાના રૂપમાં ગામના કેટલાક લોકોએ મહિલાને તેના પતિને ખભા પર ઉંચકવા મજબૂર કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ભોપાલથી લગભગ 340 કિલોમીટર દૂર ઝાબુઆ જિલ્લાના દેવીગઢ ગામની છે. 33 સેકન્ડના આ વીડિયોમાં મહિલા પોતાના પતિને ખભા પર ઉંચકીને લઇ જતી જોવા મળી રહી છે. મહિલાની આસપાસ અનેક પુરુષ ચાલી રહ્યા છે. કેટલાક લોકો નાચી રહ્યા છે તો કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા છે. સ્થાનિક પોલીસે આ મામલા પર કાર્યવાહી શરૂ કરી છે. આ મામલામાં પોલીસે બે લોકોની ઘરપકડ કરી છે. સાથે અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે.
વધુ વાંચો





















