શોધખોળ કરો
પતિ સાથે ઝઘડાનો બદલો લેવા ધારદાર ચપ્પુ લઈને બેડરૂમમાં ઘૂસી પત્ની ને પછી......
ઝઘડા બાદ સુનીલ બેડરૂમમાં ઉંઘવા જતો રહ્યો હતો. જ્યારે સુનીલ નીંદ્રાધીન થઈ ગયો ત્યારે તેની પત્ની પાણી પીવાના બહાને ચુપચાપ ઉઠી અને એક ધારદાર ચાકુ સાથે બેડરૂમમાં પરત ફરી. બેડરૂમમાં આવીને તેણે પતિ પર હુમલો કર્યો. તેણે પતિને 11 વખત ચાકુના ઘા ઝીંક્યા બાદ ગળું કાપી નાંખ્યું હતું.

મુંબઈઃ નાલાસોપારામાં એક પત્નીએ પતિને ચપ્પાના 11 ઘા ઝીંકીને પતાવી દીધો હતો. જે બાજ મહિલાએ પતીએ આત્મહત્યા કરી હોવાનું જૂઠ્ઠાણું ચલાવ્યું હતું પરંતુ થોડી જ વારમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. મળતી માહિતી પ્રામાણે 36 વર્ષના યુવક સુનીલ કદમને તેની 33 વર્ષીય પત્ની પ્રણાલી સાથે બુધવારે વહેલી સવારે 5 વાગ્યે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. ઝઘડા બાદ સુનીલ બેડરૂમમાં ઉંઘવા જતો રહ્યો હતો. જ્યારે સુનીલ નીંદ્રાધીન થઈ ગયો ત્યારે તેની પત્ની પાણી પીવાના બહાને ચુપચાપ ઉઠી અને એક ધારદાર ચાકુ સાથે બેડરૂમમાં પરત ફરી. બેડરૂમમાં આવીને તેણે પતિ પર હુમલો કર્યો. તેણે પતિને 11 વખત ચાકુના ઘા ઝીંક્યા બાદ ગળું કાપી નાંખ્યું હતું. જે બાદ પ્રણાલી તેના સાસુ-સસરા અને 2 દીકરીઓ ઊંઘી રહ્યા હતા ત્યાં પહોંચી. જ્યાં જઈ તેણે કદમના પિતાને કહ્યું, સુનીલે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની માહિતી મળતા પોલીસ આવી પહોંચી હતી અને તુલિંજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ડી એસ પાટીલે કહ્યું કે, કોઈ વ્યક્તિ ખુદને 11 વખત ચપ્પુ મારે અને ગળું કાપી નાંખે તે વાત માનવી મુશ્કેલ હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ તેની પત્નીની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ગુનો કબૂલી લીધો હતો. પ્રણાલી અને કદમે 2011માં લવ મેરેજ કર્યા હતા. કદમ અંધેરીની એક કંપનીમાં એકાઉન્ટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. લગ્ન બાદ તેઓ માતા-પિતા સાથે જ રહેતા હતા. તેમને બે દીકરી છે, જેમાંથી એકની ઉંમર સાત વર્ષ અને બીજીની આઠ મહિના હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોહલી નહીં તોડી શકે તેંડુલકરનો આ એક જ રેકોર્ડ, જાણો કોણે કરી ભવિષ્યવાણી વડોદરાઃ પારસનાથ એક્સપ્રેસના કોચમાં નીકળ્યો સાપ ને પછી......... મમતા બેનર્જીએ કિટલી પર ખુદ ચા બનાવીને લોકોને પીવડાવી, જુઓ તસવીરો
વધુ વાંચો





















