શોધખોળ કરો
Advertisement
આઠ દિવસ બાદ અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં મળ્યો ગુમ થયેલા AN-32 વિમાનનો કાટમાળ
એએન-32 વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. વિમાનમાં પાયલટ દળના આઠ અને પાંચ યાત્રી સહિત 13 લોકો સવાર હતા.
નવી દિલ્હી: વાયુસેનાનું ગુમ થયેલ વિમાન એએન-32ના આઠ દિવસ બાદ કાટમાળ મળી આવ્યો છે. કાટમાળ અરુણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં મળી આવ્યો છે. વાયુ સેનાના સત્તાવાર ટ્વિટર પુષ્ટિ કરતા આ જાણકારી આપી છે. વાયુસેનાએ કહ્યું કે, અરુણાચલ પ્રદેશના ટાટો વિસ્તારના ઉત્તરપૂર્વમાં લીપોથી 16 કિલોમીટર ઉત્તરમાં લગભગ 12 હજાર ફૂટની ઉંચાઈએથી હેલિકોપ્ટરથી વિમાનનો કેટલોક કાટમાળ દેખાયો હોવાનું વાયુસેનાએ જણાવ્યું છે. સમગ્ર વિસ્તારની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે વાયુસેનાનું માલવાહક વિમાન એનએન-32 ત્રણ જૂનથી ગુમ છે. જેમાં 13 લોકો સવાર હતા.
રશિયા દ્વારા નિર્મિત વિમાને અરુણાચલ પ્રદેશના શિ-યોમિ જિલ્લાના મેચુકા એડવાસ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ માટે સોમવારે રાત્રે 12 વાગીને 27 મિનિટ પર આસામના જોરહાટથી ઉડાન ભરી હતી. વિમાનમાં પાયલટ દળના આઠ અને પાંચ યાત્રી સહિત 13 લોકો સવાર હતા.
વાયુ સાનએ ગુમ થયેલા એન-32 વિમાન વિશે જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી. વાયુ સેના દ્વારા એ પણ જણાવ્યું હતું કે ટીમ ઈસરો સહિત વિવિધ એજન્સીઓની તકનીક અને સેંસર સાથે વિમાનથી શોધખોળના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.The wreckage of the missing #An32 was spotted today 16 Kms North of Lipo, North East of Tato at an approximate elevation of 12000 ft by the #IAF Mi-17 Helicopter undertaking search in the expanded search zone..
— Indian Air Force (@IAF_MCC) June 11, 2019
આ પહેલા વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ શનિવારે જોરહાટની મુલાકાત લીધી હતી. ગુમ થયેલા વિમાન અંગે વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદબાદ તેઓએ તે અધિકારીઓ અને વાયુ સેનાના કર્મીઓના પરિવારો સાથે મુલાકાત કરી, જે ભારતીય વાયુસેના વિમાનમાં સવાર હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion