શોધખોળ કરો

'પુણેની ઇન્ફોસિસમાં ચાલી રહ્યું છે જેહાદી ઉત્પીડન', 'એક્સ' યુઝરની ફરિયાદનો મંત્રી નિતેશ રાણેએ આપ્યો જવાબ

જેના જવાબમાં યુઝરે લખ્યું હતું કે "આભાર સર. જો જરૂર પડી તો હું તમને વધુ વિગતો  DM કરીશ

નાસિકમાં IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે સોમવારે એક 'એક્સ' (અગાઉ ટ્વિટર) યુઝરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના મત્સ્યઉદ્યોગ મંત્રી નિતેશ રાણેને ટેગ કરીને ફરિયાદ કરી હતી. યુઝરે દાવો કર્યો હતો કે પુણેમાં ઇન્ફોસિસમાં "જેહાદી ઉત્પીડન" ચાલી રહ્યું છે. યુઝરે 'એક્સ' પર લખ્યું હતું કે 'પ્રિય સર,  @NiteshNRane @Dev_Fadnavis, પુણેમાં @InfosysBPMમાં ઘણી છોકરીઓ ખાસ કરીને ડેમલર પ્રોજેક્ટમાં જેહાદી ઉત્પીડન વિશે ફરિયાદ કરી રહી છે. શું તમે કૃપા કરીને તેની તપાસ કરી શકો છો?" મંત્રી નિતેશ રાણેએ આ ટ્વિટનો જવાબ આપતા લખ્યું હતું-"Noted." જેના જવાબમાં યુઝરે લખ્યું હતું કે "આભાર સર. જો જરૂર પડી તો હું તમને વધુ વિગતો  DM કરીશ

નોંધનીય છે કે તાજેતરમાં જ નાસિકમાં TCS ના આઠ મહિલા અને એક પુરુષ કર્મચારીઓએ માનસિક અને જાતીય સતામણીનો આરોપ લગાવતી ફરિયાદો કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના પર નમાઝ પઢવા, બીફ ખાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને તેમનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

'ગંભીર ચિંતાજનક અને દુઃખદ'

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને TCS નાસિક પરના આરોપોને "ગંભીર ચિંતાજનક અને દુઃખદ" ગણાવ્યા છે અને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ હેઠળ આ મામલાની તપાસની જાહેરાત કરી છે. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસની નાસિક શાખામાંથી બહાર આવી રહેલી ફરિયાદો અને આરોપો ખૂબ જ ચિંતાજનક અને દુઃખદ છે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે TCSના ચીફ ઓપરેટિંગ ઓફિસર આરતી સુબ્રમણ્યમની દેખરેખ હેઠળ સંપૂર્ણ તપાસ ચાલી રહી છે, જેથી હકીકતોની તપાસ કરી શકાય અને પરિસ્થિતિ માટે જવાબદાર વ્યક્તિઓની ઓળખ કરી શકાય.

નિદા ખાન મુખ્ય સૂત્રધાર છે

નાસિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આ કેસમાં નિદા ખાનને કથિત માસ્ટર માઈન્ડ તરીકે ઓળખી કાઢી છે. તપાસ મુજબ, આરોપીઓએ કથિત રીતે મહિલા કર્મચારીઓને પ્રેમ સંબંધોમાં ફસાવીને અને બાદમાં તેમનું શોષણ કરીને તેમને નિશાન બનાવી હતી. SIT ને જાણવા મળ્યું છે કે આરોપીઓએ પીડિતોને નમાઝ પઢવા અને તેમનો પહેરવેશ બદલવા સહિત ચોક્કસ ધાર્મિક પ્રથાઓ અપનાવવા માટે પણ પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

શું છે આખો મામલો?

નાસિક પોલીસે TCS ની BPO સેવામાં કામ કરતા છ આરોપીઓની ધરપકડ કરી છે. તેમના પર કંપનીમાં કામ કરતી જૂનિયર મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. કેટલીક મહિલા કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીઓની અટકાયત કરી હતી. હાલમાં તપાસ ચાલી રહી છે અને આરોપોની હદ નક્કી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નિતેશ રાણેનું મોટું નિવેદન

મંત્રી નિતેશ રાણેએ સમગ્ર ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા તેને "કોર્પોરેટ જેહાદ" ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સમાજે આને ગંભીરતાથી લેવાની જરૂર છે. રાણેએ દાવો કર્યો કે આશરે 15 મહિલા પીડિતોએ ફરિયાદો નોંધાવી છે અને અન્ય પીડિતોને આગળ આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો ક્યાંય પણ આવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તો લોકોએ આગળ આવવું જોઈએ અને સરકાર તેમની સુરક્ષાની જવાબદારી લેશે. તેમણે કંપનીના HR વિભાગ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને પૂછ્યું કે જો આવી ગંભીર પ્રવૃત્તિઓ ચાલી રહી હોય, તો HR એ શું પગલાં લીધાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget