Watch: દિલ્હી બાદ મથુરામાં યમુનાનો કહેર, અનેક વિસ્તારોમાં ઘૂસ્યા પાણી, વીજળી ગુલ
Yamuna Flood: મથુરાના ખાદર ગામના રહેણાંક વિસ્તારોમાં યમુનાનું પાણી ઘૂસી ગયું છે. આટલું જ નહીં આ વિસ્તારોમાં પાણી ઘૂસી જવાને કારણે અહીંનો વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો છે.
Yamuna Flood: દિલ્હીમાં યમુનાએ તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેના લીધે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જો કે હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મથુરામાં પણ યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રવિવારે સવારે 5 વાગ્યે અહીં યમુનાનું જળસ્તર 166.40 મીટરે પહોંચ્યું હતું. જેના કારણે મથુરામાં યમુના કિનારે આવેલી કોલોનીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં બનેલા લિંક રોડ સુધી પાણી પહોંચી ગયું છે. આ સાથે યમુના કિનારે આવેલી વસાહતો અને ગ્રામ્ય વિસ્તારોમાં બનેલા લિંક રોડ સુધી પાણી પહોંચી ગયું છે.
#WATCH उत्तर प्रदेश: मथुरा में यमुना नदी का जलस्तर प्रयाग घाट पर खतरे के निशान को पार कर गया है। pic.twitter.com/TjRjb3dCyk
— ANI_HindiNews (@AHindinews) July 16, 2023
#WATCH उत्तर प्रदेश: मथुरा में यमुना नदी का जलस्तर प्रयाग घाट पर खतरे के निशान को पार कर गया है। pic.twitter.com/TjRjb3dCyk
— ANI_HindiNews (@AHindinews) July 16, 2023
રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા
મથુરાના જયસિંહ પુરા ખાદર અને વૃંદાવનના પરિક્રમા માર્ગ, પાની ગામ ખાદરના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. આટલું જ નહીં આ વિસ્તારોમાં પાણી ઘૂસવાને કારણે અહીંનો વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે. જેના કારણે ગામડાઓનો સંપર્ક પણ ખતમ થઈ ગયો છે.
#WATCH | Yamuna River continues to overflow, nearby areas and key roads remain affected due to waterlogging in Delhi.
— ANI (@ANI) July 15, 2023
Visuals from Mathura Road, near Supreme Court area pic.twitter.com/jygOgVxnfL
હાલમાં પૂરનો કોઈ ખતરો નથી
તાજેવાલા હેડવર્ક અને ઓખલા બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મથુરામાં યમુના નદીનું જળસ્તર વધી ગયું છે. જો કે યમુના નદીનું જળસ્તર વધવાને કારણે અહીં પૂરનો કોઈ ખતરો નથી, પરંતુ જો આ રીતે સતત પાણી છોડવામાં આવશે તો મથુરામાં પણ પૂર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શુક્રવારે મુખ્યમંત્રી સહારનપુરના પૂર પ્રભાવિત વિસ્તારોના પ્રવાસે હતા. આ સાથે મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવાના આદેશ પણ આપ્યા હતા.