Health Tips: આ છે પેટની ચરબી ધટાડતું અસરદાર આસન, જાણો તેના ફાયદા કરવાની રીત
જો આપની પેટ પર ચરબી જામી હોય તો ફ્લેટ ટમી માટે આપે મંડૂકાસનકરવું જોઇએ. તેનાથી પેટ પર દબાણ આવે છે અને પેટની ચરબી ગળી જાયછે.
Health Tips:સૌથી વધુ ચરબી પેટ પર ચડે છે. આ સ્થિતિમાં પેટની ચરબી ઉતારવી જરૂરી છે. આપ નિયમિત રીતે એક્સરસાઇઝ યોગાસન કરીને પેટનો ફેટ ઓછો કરી શકો છો.મંડૂકાસન એક એવું આસન છે. જેનાથી ઝડપથી પેટની ચરબી ઓછી થાય છે.
આજકાલ લોકો પેટની સમસ્યાથી સૌથી વધુ પરેશાન છે. મોટાભાગે લોકોની સિટિંગ્સ જોબના કારણે પેટની ચરબી વધે છે. આવી સ્થિતિમાં, અમે તમને પેટની ચરબી ઘટાડવા માટે સૌથી અસરકારક યોગ આસનો જણાવી રહ્યા છીએ. આ કરવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે. આ આસનથી ગેસ અને કબજિયાત જેવી પેટ સંબંધિત સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર થાય છે. જો તમે આ યોગઆસન કરો છો, તો તમારું શુગર લેવલ પણ કંટ્રોલ થશે. આ યોગ મુદ્રાનું નામ મંડુકાસન છે, જેને ફ્રોગ પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આપણે તેના ફાયદા અને તે કેવી રીતે કરી શકાય જાણીએ.
મંડૂકાસન આસનના ફાયદા
-જો આપની પેટ પર ચરબી જામી હોય તો ફ્લેટ ટમી માટે આપે મંડૂકાસનકરવું જોઇએ. તેનાથી પેટ પર દબાણ આવે છે અને પેટની ચરબી ગળી જાયછે.
-પેટ સંબંઘિત સમસ્યાથી પણ આ આસનથી છૂટકારો મળે છે. કબજિયાત, ગેસ, જેવી સમસ્યામાં રાહત મળે છે.
- આ યોગથી પેક્રિયાસથી ઇન્સુલિનના સ્રાવમાં મદદ મળે છે. આ આસનથી ડાયાબિટીસને ઘણી હદ સુધી કન્ટ્રોલ કરી શકાય છે.
-આ આસન કરવાથી શરીરમાં એન્જાઇમ અને હોર્મોનનો સ્રાવ સારી રીતે થાય છે. પાચન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.
-જે લોકોને ગેસની સમસ્યાના કારણે પેટ ફૂલી જતું હોય તો ગેસની સમસ્યા પણ આ આસનથી હલ થાય છે ગેસ રિલિઝ થાય છે.
મંડૂકાસન કરવાની રીત
- સૌથી પહેલા સમતલ જગ્યાએ વજ્રાસનમાં બેસી જાવ.
- હવે મુઠ્ઠી બાંધીને નાભી પાસે લઇ આવો
-મુઠ્ઠીને નાભિ અને સાથળ પાસે ઉભી એવી રીતે રાખો કે આંગળીઓ પેટ પર રહે
- ઊંડા શ્વાસ લો અને છોડતા આગળની તરફ નમો,કોશિશ કરો કે, છાતી આપના સાથળ પર ટેકાય જાય.
- એવી રીતે ઝુકો કે નાભી પર વધુમાં વધુ દબાણ આવે
- આપનું માથુ અને ગરદન સ્થિતિ રાખો.
- ધીરે ધીરે શ્વાસ લો અને છોડો હવે આરામથી આપની સામાન્ય સ્થિતિમાં આવી જાવ.
આ એક ચક્ર છે. આપ તેને શરૂઆતમાં 3થી5 વખત કરી શકો છો.