Yogi Adityanath Oath Ceremony: યોગી 2.0 ના મંત્રિમંડળમાં કોન છે નવા ચહેરા અને કયાં નેતાઓને બીજી વખત સ્થાન મળ્યું, જાણો
કેશવ પ્રસાદ મૌર્ય ફરીથી ડેપ્યુટી સીએમ પદ સંભાળશે. જ્યારે આ વખતે દિનેશ શર્માની જગ્યાએ બ્રજેશ પાઠક બીજા ડેપ્યુટી સીએમ હશે.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં કોણ મંત્રી બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કેશવ પ્રસાદ મૌર્ય ફરીથી ડેપ્યુટી સીએમ પદ સંભાળશે. જ્યારે આ વખતે દિનેશ શર્માની જગ્યાએ બ્રજેશ પાઠક બીજા ડેપ્યુટી સીએમ હશે. શપથ લેતા પહેલા સીએમ યોગી આદિત્યનાથે કેબિનેટમાં સામેલ થયેલા નેતાઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ભાજપે તેને પરિચય બેઠક ગણાવી હતી. આ બેઠકમાં ઘણા એવા ચહેરા હતા, જેઓ યોગી 1.0માં મંત્રી હતા, જ્યારે કેટલાક નવા ચહેરા પણ તેમાં જોવા મળ્યા હતા. આવો તમને જણાવીએ કે આ વખતે યુપી કેબિનેટમાં નવા મંત્રી કોણ છે અને જૂના કોણ છે.
આ વખતે યુપી કેબિનેટના નવા મંત્રીઓમાં અસીમ અરુણ, સરિતા ભદૌરિયા, અરવિંદ શર્મા, સંજય નિષાદ, આશિષ પટેલ, પ્રમિલા પાંડે, વિજય લક્ષ્મી ગૌતમ, એકે શર્મા, અનૂપ વાલ્મિકી, સ્વતંત્ર દેવ સિંહ, બ્રજેશ સિંહ, રાજેશ્વર સિંહ, જેપીએસ રાઠોડ અને બેબીરાની મૌર્ય સામેલ છે.
મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા
મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર જન મેદનીએ યોગી આદિત્યનાથનું અભિવાદન કર્યું હતું.
જૂના ચહેરા કોણ છે
જે નેતાઓ ફરી યોગી કેબિનેટમાં સામેલ થશે. તેઓ છે સુરેશ ખન્ના, સૂર્ય પ્રતાપ શાહી, કેશવ મૌર્ય, બ્રજેશ પાઠક, જયવીર સિંહ, જિતિન પ્રસાદ, બલદેવ ઓલખ, ભૂપેન્દ્ર ચૌધરી, ગિરીશ યાદવ, સતીશ શર્મા, લક્ષ્મી નારાયણ અને સંદીપ સિંહ.
સીએમ યોગીની સાથે 52 નેતાઓ મંત્રી તરીકે શપથ લેશે. બંધારણીય જોગવાઈઓ અનુસાર, ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી સહિત કુલ 60 મંત્રીઓ હોઈ શકે છે. ગુરુવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં યોગી આદિત્યનાથને ઔપચારિક રીતે નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય નિરીક્ષક અમિત શાહ પણ હાજર હતા. ધારાસભ્ય દળની બેઠક બાદ યોગી આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આ પછી રાજ્યપાલે યોગી આદિત્યનાથને સરકાર બનાવવાનું આમંત્રણ મોકલ્યું.