શોધખોળ કરો

UP Exams: નવી પેટર્ન અનુસાર યોજાશે UP બોર્ડની ધોરણ- 10 અને 12ની પરીક્ષાઓ, ગ્રેજ્યુએશનમાં લાગુ થશે ગ્રેડિંગ સિસ્ટમ

માધ્યમિક શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ બોર્ડની પરીક્ષામાં નવા પેટર્ન પ્રોગ્રામના અમલીકરણને લઈને પોતાની રજૂઆત કરી હતી

UP Board 10th-12th Exams New Pattern: ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ (UPMSP) આગામી સત્રથી નવી પેટર્ન અનુસાર હાઇસ્કૂલ પરીક્ષાનું આયોજન કરશે. ઉપરાંત, વર્ષ 2025માં ઇન્ટરમીડિયેટમાં પણ પરીક્ષાનો નવો પેટર્ન પ્રોગ્રામ લાગુ થશે. માધ્યમિક શિક્ષણ વિભાગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમક્ષ બોર્ડની પરીક્ષામાં નવા પેટર્ન પ્રોગ્રામના અમલીકરણને લઈને પોતાની રજૂઆત કરી હતી.  આગામી 5 વર્ષમાં તમામ બ્લોકમાં હાઈસ્કૂલ અને ઈન્ટર કોલેજો સ્થાપિત કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે. સાથે જ હવે ગ્રેજ્યુએશનમાં પણ ગ્રેડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ માટે નિર્દેશ જાહેર કરી દેવાયા છે.

ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં વિભાગવાર પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે, જેમાં માધ્યમિક શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાઓમાં નવી પેટર્ન લાગુ કરવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે. નવી યોજના હેઠળ માધ્યમિક શિક્ષણ બોર્ડ હાઈસ્કૂલ બોર્ડ પરીક્ષા 2023માં નવી પેટર્ન લાગુ કરશે. બહુવિકલ્પિય પ્રશ્નપત્ર હશે અને જવાબ OMR શીટ પર હશે. 2025ના સત્રમાં ઇન્ટરમીડિયેટની બોર્ડ પરીક્ષામાં પણ બહુવિકલ્પિય પસંદગીના પ્રશ્નપત્રની પેટર્ન લાગુ કરવામાં આવશે.

આ સાથે વિદ્યાર્થીઓને રોજગારી સાથે જોડવા માટે 9 અને 11માં ઈન્ટર્નશિપ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવશે. આ માટે વિદ્યાર્થીઓને રોજગારલક્ષી શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસનું પ્રમાણપત્ર આપવામાં આવશે. તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, રિયલ ટાઈમ મોનિટરિંગ, સ્ટુડન્ટ ટ્રેકિંગ સિસ્ટમ અને ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

આગામી 100 દિવસમાં તમામ GIC અને GGIC માં Wi-Fi સુવિધા પૂરી પાડવામાં આવશે. દરેક શાળાની પોતાની વેબસાઈટ હશે અને તેમના વિદ્યાર્થીઓના ઈમેલ આઈડી બનાવવામાં આવશે. સરકારી શાળામાં બાયોમેટ્રિક દ્વારા હાજરીની સિસ્ટમ શરૂ કરવામાં આવશે. દરેક બ્લોકમાં આઈટીઆઈ સ્થાપવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકો માટે કોચિંગનું આયોજન આગામી 5 વર્ષમાં શરૂ કરવામાં આવશે.

હવે યુપીમાં સ્નાતક વિદ્યાર્થીઓ માટે ગ્રેડિંગ સિસ્ટમ

યુપીમાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે હવે ગ્રેડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓમાં તણાવને જોતા આ પ્રકારનો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ઉચ્ચ શિક્ષણ વિભાગની બેઠક બાદ નિર્દેશ આપી દેવાયા છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓમાં હવે બીએ, બીકોમ અને બીએસસીને માત્ર ગ્રેડિંગ દ્વારા જ માર્કસ મળશે. આ ગ્રેડિંગ સિસ્ટમ 10 પોઈન્ટની હશે. દરેક લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષાની પાસની ટકાવારી 33 ટકા રહેશે. એટલે કે ઇન્ટરનલ એસેસમેન્ટ 25 માર્કસનું હશે અને યુનિવર્સિટીની પરીક્ષાના માર્કસ 75 હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસોBhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget