ચિકનગુનિયાથી ઝડપથી રિકવરી લાવવા માટે ડાયટમાં આ સુપર ફૂડને કરો સામેલ, દુખાવાથી મળશે રાહત
ચિકનગુનિયાના મચ્છરોથી ફેલાતી વાયરલ બીમારી છે. જેમાં અચાનક તાવ, સાંધામાં દુખાવો થાય છે. વાતને રોકવા માટે વેક્સિન કે વાયરલ વિરોધી પ્રભાવી કોઇ ઇલાજ નથી. તો આ સ્થિતિમાં હેલ્થી ડાયટ જ મદદ કરે છે.
Health Tips:ચિકનગુનિયાના મચ્છરોથી ફેલાતી વાયરલ બીમારી છે. જેમાં અચાનક તાવ, સાંધામાં દુખાવો થાય છે. વાતને રોકવા માટે વેક્સિન કે વાયરલ વિરોધી પ્રભાવી કોઇ ઇલાજ નથી. તો આ સ્થિતિમાં હેલ્થી ડાયટ જ મદદ કરે છે.
ચિકનગુનિયા એક પ્રકારનું વાયરલ સંક્રમણ છે. આ બીમારી સંક્રમિત મચ્છરના કરડવાથી થાય છે. એડીસ ઇજીપ્તી મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે છે. ચિકનગુનિયાના દર્દીઓ હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો અનુભવે છે. આ સ્થિતિમાં આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. આ રોગને હળવાશથી ન લેવો જોઈએ, કારણ કે તેના લક્ષણોની અસર લાંબા સમય સુધી રહી શકે છે.
ચિકનગુનિયાના લક્ષણો
ચિકનગુનિયાના લક્ષણોમાં તાવ, સાંધાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સાંધાની આસપાસ સોજો, થાક, માથાનો દુખાવો, ઉબકાનો સમાવેશ થાય છે. આ લક્ષણો મચ્છર કરડ્યાના બે થી છ દિવસ પછી દેખાય છે. પરંતુ માત્ર દવા મદદરૂપ થશે નહીં, તેના બદલે તમારે કેટલાક પોષક તત્વોની જરૂર છે જે હેલ્ધી ફૂડ દ્વારા જ મળી શકે છે.
ચિકનગુનિયાથી પીડિતા દર્દી માટે નાળિયેર પાણી ઉત્તમ છે. તે શરીરનું હાઇડ્રેશન લેવલ જાળવે છે. નારિયેળ પાણી શરીરને ડિટોક્સ કરે છે. દર્દીઓ દરરોજ બે થી ત્રણ વખત તેનું સેવન કરી શકે છે, કારણ કે તે શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.
ગ્રીન વેજિટેબલ્સ
લીલા પાંદડાવાળા શાકભાજી આહાર માટે આરોગ્યપ્રદ વિકલ્પ છે. ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ લીલા પાંદડાવાળા શાકભાજી ચિકનગુનિયા દરમિયાન સાંધાનો દુખાવો અને અન્ય સમસ્યા સામે લડવામાં મદરૂપ થાય છે. પચવામાં સરળ હોવા સાથે, તેમાં વિટામિનથી ભરપૂર હોવાથી ઇન્યુનિટીને બૂસ્ટ કરે છે અને જલ્દી રિકવરી આવવામાં મદદ મળી રહે છે.
હોમમેડ સૂપ
હોમમેઇડ તાજા શાકભાજી સૂપ ચિકનગુનિયાના દર્દી માટે શ્રેષ્ઠ આહાર છે. જેમ કે ગાજર સૂપમાં વિટામિન એ અને ટમેટા સૂપ વિટામિન સીથી સમૃદ્ધ છે. આ બંને પોષક તત્વો બીમારીમાંથી ઝડપથી રિકવર કરવામાં મદદ કરે છે.
પપેયાાનું જ્યુસ
ચિકનગુનિયાના દર્દીઓ માટે આ એક રામબાણ ઈલાજ છે. પપૈયાના પાનના રસની ખૂબ ભલામણ કરવામાં આવે છે કારણ કે જ્યારે લોહીની પ્લેટલેટની ગણતરીમાં તીવ્ર ઘટાડો થાય છે. પપૈયાના પાનનું જ્યુસ 3 કલાકની અંદર પ્લેટલેટની ગણતરી સુધારવા કારગર છે. રિકવરી માટે પપૈયાનું જ્યુસ કે પપૈયું દર્દીને આપી શકાય.
જડ્ડીબુટ્ટી
તુલસીના પાન ચાવવવાથી પણ આ બીમારીમાં મદદ મળે છે. તે ઇમ્યુનિટિ મજબૂત કરવાની સાથે બીમારીના લક્ષણોને જળથી દૂર કરે છે. વરિયાળી, અજમા, જીરૂ, ગોળ, લીંબુથી બેનલી હર્બલ સાંધા અને મસલ્સના દુખાવામાં રાહત આપે છે.
માત્ર વેજિટેરિયન ફૂડનું સેવન કરો
ચિકનગુનિયાના દર્દીને ડોક્ટર વેજીટેરિયન ફૂડ લેવાની સલાહ આપે છે. નોન વેજ પચવામાં ભારે હોય છે. જેથી લિવર પર ભાર પડે છે. તેથી હળવો અને સુપાચ્ય શાકાહારી આહાર લેવાની તબીબો સલાહ આપે છે. વેજિટેરિયન ફૂડનું સેવન હેલ્ધી અને બેસ્ટ વિકલ્પ છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )