શોધખોળ કરો

Zydus Cadila Vaccine: કઈ રીતે આપવામાં આવશે જાયડસ કેડિલાની રસી, કંપનીના એમડીએ એબીપી ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત

જાયડસ કેડિલા (Zydus Cadila)ની વેક્સિન જાયકોવ-ડી (ZyCoV-D) ને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.

Zydus Cadila Vaccine: કોરોના વાયરસના સંક્રમણ સામેની લડાઈમાં ભારતને વધુ એક સફળતા મળી છે. જાયડસ કેડિલા (Zydus Cadila)ની વેક્સિન જાયકોવ-ડી (ZyCoV-D) ને ભારતમાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ ભારત પાસે હવે કોરોના વાયરસની છ વેક્સિન થઈ ગઈ છે. જેને લઈને  જાયડસ કેડિલાના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ શર્વિલ પી પટેલે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.

આ વેક્સિનની ખાસીયત શું છે ?

ડૉ શર્વિલ પી પટેલે એબીપી ન્યૂઝને કહ્યું કે આ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે અમને જાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે.  આ દુનિયાની પ્રથમ ડીએનએ પ્લાસમિડ વેક્સિન છે. ઘણા વૈજ્ઞાનિકો સાથે કામ કર્યા બાદ તેને તૈયાર કરવામાં આવી છે. 28 હજાર વિષયો પર સ્ટડી કર્યા બાદ અમને આ અપ્રૂવલ મળી છે.

જાયડસ કેડિલાના મેનેજિંગ ડાયેરક્ટરે કહ્યું કે આ વેક્સિન 25 ડિગ્રીના તાપમાન પર પણ ત્રણથી ચાર મહિનાઓ સુધી સ્ટેબલ રહે છે. ક્યારેક ક્યારેક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા દરમિયાન વેક્સિન ફ્રીઝ થઈને બગડી જાય છે પરંતુ આ વેક્સિન સાથે એવું નથી બનતું. આના ટ્રાયલના પરીણામ સારા છે.  

આ વેક્સિનમાં નિડલની જરુર નથી

ડૉ શર્વિલ પી પટેલે જણાવ્યું કે આ વેકિસનને સ્કિનના અપર લેયર પર હાઈ પ્રેસર જેટથી આપવામાં આવે છે. એક ડિવાઈસ આવે છે જેના માધ્યમથી વેક્સિનને સ્કિનના અપર લેયરમાં આપવામાં આવે છે. 100 માઈક્રો લીટરની એક બૂંદ હોય છે, જેનો ખૂબ જ નાનકડો ડોઝ આવે છે.

શું બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે ?

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આજના ઈમરજન્સી અપ્રૂવલ મુજબ 12 વર્ષથી મોટી ઉંમરના માટે મંજૂરી મળી છે. આગળ જઈને અમે એક નવી ટ્રાયલ શરુ  કરીશું જેમાં ત્રણ વર્ષથી બાર વર્ષ સુધીના બાળકો હશે. તેના માટે પણ અમે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ.

ક્યાં સુધીમાં ઉપલબ્ઘ થઈ જશે વેક્સિન?

ડૉ શર્વિલ પી પટેલે કહ્યું કે હાલ નાના સ્તર પર ઉત્પાદન થઈ રહ્યું છે. આશા છે કે અમે ઓક્ટોબરથી એક કરોડ ડોઝ બનાવવાના પ્રયાસ કરીશું. સપ્ટેમ્બરના અંત સુધીમાં શરુઆતમાં થોડા ડોઝ બનાવી શકીએ છીએ અને આપી શકીએ છીએ. નવેમ્બરથી ફુલ ફ્લેઝ્ડ રસી આપી શકીશું. નવેમ્બરથી એક કરોડ ડોઝ  બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget