Crime News: અમેરિકામાં ગુજરાતીઓ સહિત ભારતીયો અસુરક્ષિત, 1 મહિનામાં 7 ભારતીયોની હત્યા
Crime News: શુક્રવારે રાત્રે ફોર્ટ વર્થ ગેસ સ્ટેશન પર એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવાના આરોપમાં ટેક્સાસના એક 23 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, આ ઘટનાએ સ્થાનિક ભારતીય-અમેરિકન સમુદાયમાં આઘાત અને ભય ફેલાવ્યો છે.

યુએસમાં ગુજરાતીઓ પર થયેલા હુમલાને ધ્યાનમાં લેવામાં આવે તો જાણવા મળે છે કે મોટાભાગના હુમલાઓ મોટેલ, ગેસ સ્ટેશન અને કન્વીનિયન્સ સ્ટોર્સ પર લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ કર્યા છે, તો કેટલાક હુમલા સામાન્ય બાબતે થયેલા ઝઘડાને કારણે થયા છે.
અહેવાલ મુજબ, ગુજરાતીઓની માલિકીની મોટેલ્સ અને ગેસ સ્ટેશન હાઇવે પર અથવા મુખ્ય શહેરોથી દૂરના સ્થળે આવેલા છે. મોટેલ્સમાં ગુનેગારો માનવ તસ્કરી, ડ્રગ ડીલથી, વેશ્યાવૃત્તિ, ચોરી જેવા ગુનાઓ આચરે છે. આવા ગુનાઓનો વિરોધ કરતા ગુનેગારો ગોળીબાર થયો હવાના કિસ્સા સૌથી વધુ નોંધાયા છે. મોટેલ્સમાં ડ્રગ ઓવરડોઝના કિસ્સાઓ સામાન્ય છે, જેને કારણે મોટેલ માલિકોને ઘણા કાયદાકીય કેસો પણ સામનો કરવો પડે છે. ઉપરાંત અહેવાલ મુજબ યુએસની 60% મોટેલ્સ ગુજરાતીઓના માલિકીની છે, ખાસ કરીને પટેલ સમુદાયના લોકો આ બિઝનેસમાં પકડ ધરાવે છે. આ બિઝનેસ તેમને તગડી કમાણી કરી આપે છે અને હજારો લોકોને નોકરી આપે છે. પરંતુ આ વર્ષે કેટલાક એવા કિસ્સાઓ બન્યા છે, જે યુએસમાં મોટેલ માલિક ગુજરાતીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
શુક્રવારે રાત્રે ફોર્ટ વર્થ ગેસ સ્ટેશન પર એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવાના આરોપમાં ટેક્સાસના એક 23 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, આ ઘટનાએ સ્થાનિક ભારતીય-અમેરિકન સમુદાયમાં આઘાત અને ભય ફેલાવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદે ચંદ્રશેખર પોલ (28) ને તેની પાર્ટ-ટાઇમ ફરજ બજાવતી વખતે ગોળી મારી હતી. ત્યારબાદ શંકાસ્પદ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો પરંતુ અધિકારીઓએ તેને પકડી લીધો હતો.
શંકાસ્પદ વ્યક્તિની ઓળખ ઉત્તર રિચલેન્ડ હિલ્સના રિચાર્ડ ફ્લોરેઝ તરીકે થઈ છે. તેણે કથિત રીતે ઈસ્ટચેઝ પાર્કવે પર ગેસ સ્ટેશન પર ચંદ્રશેખર પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ગોળીબાર પછી, ફ્લોરેઝે લગભગ એક માઈલ દૂર બીજા વાહન પર પણ ગોળીબાર કર્યો હતો, જોકે કોઈને ઈજા થઈ ન હતી. પાછળથી તે મેડોબ્રુક ડ્રાઇવ પર નજીકના રહેણાંક મકાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે એક ગેટ સાથે અથડાઈ ગયો હતો.
અધિકારીઓએ તાત્કાલિક તેની ધરપકડ કરી અને તેમના વાહનમાંથી એક હથિયાર જપ્ત કર્યું છે. સોમવારે ફોર્ટ વર્થ પોલીસના પ્રવક્તા અધિકારી બ્રેડ પેરેઝે કહ્યું હતું કે, "તેઓએ ઘટનાસ્થળે વાહનની અંદરથી એક બંદૂક જપ્ત કરી હતી. આરોપી હાલ હોસ્પિટલમાં છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે અને ગોળીબારનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. હ્યુસ્ટનમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે, તે ચંદ્રશેખરના પરિવાર સાથે સંપર્કમાં છે જેથી તેમના અવશેષો ભારતમાં પરત લાવવામાં મદદ કરી શકાય.




















