(Source: ECI/ABP News/ABP Majha)
International Firefighter Day 2023: આ ખતરનાક આગની ઘટનાથી ફાયર ફાઇટર ડે મનાવવાની થઇ હતી શરૂઆત
4 મેનો દિવસ વિશ્વભરના અગ્નિશામકોને સમર્પિત છે. જે દિવસે તેમના પડકારજનક કાર્યની પ્રશંસા થાય છે.આવો જાણીએ આ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશે.
International Firefighter Day 2023:4 મેનો દિવસ વિશ્વભરના અગ્નિશામકોને સમર્પિત છે. જે દિવસે તેમના પડકારજનક કાર્યની પ્રશંસા થાય છે.આવો જાણીએ આ દિવસના ઈતિહાસ અને મહત્વ વિશે.
વિશ્વમાં દરેક દિવસનું પોતાનું મહત્વ છે અને દરરોજ કોઈને કોઈ દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળ તે દિવસનો ઈતિહાસ અને મહત્વ પણ હોય જ છે. ઉદાહરણ તરીકે, 4 મેના રોજ, ફાયર ફાઇટર ડે એટલે કે આંતરરાષ્ટ્રીય ફાયર ફાઇટીંગ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ અગ્નિશામકોનું સન્માન કરવાનો અને તેમના કાર્ય માટે આભાર માનવાનો છે. તો ચાલો તમને આ દિવસ વિશે જણાવીએ
આતરાષ્ટ્રીય અગ્નિશામક દિવસનો ઇતિહાસ
આ દિવસ 1999માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં લિંટનની ઝાડીઓમાં આગ લાગી હતી. આગ ઓલવવા પહોંચેલી ટીમના 5 સભ્યો વિરુદ્ધ દિશામાં ફૂંકાતા પવનને કારણે મૃત્યુ પામ્યા હતા. હવામાન વિભાગ તરફથી વિપરીત દિશામાં પવન ફૂંકાવાની કોઈ આગાહી કરવામાં આવી ન હતી, પરંતુ પવનની દિશા અચાનક બદલાઈ જવાના કારણે 5 ફાયર ફાઈટરો આગની ઝપેટમાં આવી ગયા હતા. તમે આ ઘટના પરથી સમજી શકો છો કે ફાયર ફાઇટરનું કામ કેટલું પડકારજનક છે. આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ દર વર્ષે 4 મેના રોજ તે લડવૈયાઓની યાદ અને સન્માનમાં ઉજવવામાં આવે છે.
સેન્ટ ફ્લોરિનની યાદમાં યુરોપમાં શરૂ થયું
આ દિવસ પસંદ કરવાનું બીજું કારણ સેન્ટ ફ્લોરિયન છે. 4 મેના રોજ મૃત્યુ પામેલા સેન્ટ ફ્લોરિન એક સંત અને ફાયર ફાઇટર હતા. એવું કહેવાય છે કે એક વખત તેમના ગામમાં આગ લાગી હતી, ત્યારે તેમણે માત્ર એક ડોલ પાણીથી આખી આગ બુઝાવી દીધી હતી. ત્યારથી, દર વર્ષે 4 મેના રોજ, યુરોપમાં ફાયર ફાઇટર ડે ઉજવણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસનું પ્રતીક
આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસનું પ્રતીક લાલ અને વાદળી રિબન છે. આમાં લાલ રંગ અગ્નિ અને વાદળી રંગ પાણીનું પ્રતિનિધિત્વ કરે છે અને આ બંને રંગો સમગ્ર વિશ્વમાં કટોકટીની સેવાઓ સૂચવે છે.
આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસનું મહત્વ
આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસનો મુખ્ય હેતુ ફાયર ફાઇટરના કામને નવાજવાનો છે. તે પોતાનો જીવ જોખમમાં મૂકીને અન્ય વન્યજીવોના જીવને આગથી બચાવે છે.