શોધખોળ કરો

Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

હવામાન વિભાગની આગાહી વચ્ચે જામજોધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાંજના છ વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ  નોંધાયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જામજોધપુરમાં 6 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
  • રાજકોટના ઉપલેટા, જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ વરસ્યો.
  • સૌરાષ્ટ્ર સહિત 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.

જામનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે જામજોધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાંજના છ વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ  નોંધાયો છે. જામ જોધપુરમાં મેઘરાજાએ બપોર બાદ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જામ જોધપુર શહેરમાં બપોરના 2 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીમાં 2 ઇંચ અને બાદમાં 6  વાગ્યા સુધીમાં વધુ 4  ઇંચ વરસાદ ખાબક્યો હતો. જામ જોધપુરમાં કુલ 6 ઈંચ જેટલો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ 

જામજોધપુરના સ્ટેશન રોડ, બાલમંદિર રોડ, આઝાદ ચોક, લીમડા લાઇન, તિરૂપતિ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ગ્રામ્ય વિસ્તારના સીદસર, ગીગણી, વસંતપુર, બાલવા જેવા ગામોમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જામજોધપુરમાં વરસેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે  અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ વરસતા ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  જામનગર જિલ્લામાં પણ વરસાદને લઈ આગાહી કરાઈ છે.

રાજકોટના ઉપલેટા શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટ જિલ્લાના  ઉપલેટામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉપલેટા શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.  ભારે વરસાદને કારણે ઉપલેટામાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  ઉપલેટાના ઝકરિયા ચોક,  અશ્વિન ચોક,  બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.  

આ પણ વાંચો- Amreli Rain: અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ધારી, સાવરકુંડલા, બાબરા, લાઠીમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી છે, જ્યાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget