શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ધારી, સાવરકુંડલા, બાબરા, લાઠીમાં વરસાદ

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.આજે પણ મેઘરાજા અમરેલી જિલ્લા પર  મહેરબાન જોવા મળ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમરેલી જિલ્લામાં 3 દિવસથી સાર્વત્રિક વરસાદ
  • રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા.
  • સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ; માંગરોળમાં સાત ઇંચથી વધુ ખાબક્યો.
  • રાજ્યના ૧૯ જિલ્લામાં ઓરેન્જ, પાંચમાં યલો એલર્ટ જાહેર.

અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.આજે પણ મેઘરાજા અમરેલી જિલ્લા પર  મહેરબાન જોવા મળ્યા છે. અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી અનેક નદીઓ બે કાંઠે થઈ છે. અમરેલી જિલ્લામાં આજે  સાવરકુંડલા, બાબરા, લાઠી, લીલીયા, અમરેલી, વડીયા, બગસરા અને ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે.  અમરેલીના ધારી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો.  છેલ્લા ત્રણ દિવસથી અમરેલી જિલ્લામાં વરસાદ  વરસી રહ્યો છે. 

ધારી શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ

અમરેલી જિલ્લાના ધારી શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ધારી શહેર તેમજ ડાંગાવદર, મોણવેલ, ભાડેર, માલસીકા, કાથરોટા સહિતના ગામોમા ભારે વરસાદ વરસ્યો છે.  અસહય ઉકળાટ બાદ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી.  વરસાદી માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથકો પર વરસાદનું આગમન થયું છે.  

રાજકોટના ઉપલેટા શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટ જિલ્લાના  ઉપલેટામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉપલેટા શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.  ભારે વરસાદને કારણે ઉપલેટામાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  ઉપલેટાના ઝકરિયા ચોક,  અશ્વિન ચોક,  બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.  

હવામાન વિભાગની આગાહી વચ્ચે સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી છે, જ્યાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે. મુશળધાર વરસાદના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.

આ પણ વાંચો- Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો

19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget