(Source: ECI/ABP News/ABP Majha)
Jamnagar: લાલપુરના ગોવાણામાં વાડી વિસ્તારમાં બાળક ખુલ્લા બોરમાં થયું ગરકાવ
રાજ્યમાં ફરી એક વખત બોરવેલમાં બાળક ગરકાવ થયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Jamnagar News: રાજ્યમાં ફરી એક વખત બોરવેલમાં બાળક ગરકાવ થઇ ગઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગરના લાલપુરના ગોવાણામાં બાળક બોરવેલમાં પડ્યું છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં બાળક ગરકાવ થયું છે. બાળકેને બચાવવા જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ છે.
બાળકનો રડવાનો આવી રહ્યો છે અવાજ
બાળક બોરવેલમાં પડ્યું હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. બાળક 12 ફૂટે ફસાયેલું છે. બાળકને ઓક્સિસજનઆપવામાં આવી રહ્યો છે અને રડવાનો અવાજ આવી રહ્યો છે.
મામલતદારે શું કહ્યું
મામલતદાર કેતન ચાવડાએ કહ્યું, સાંજે 6.30 વાગ્યા આસપાસ ઘટના બની હતી. બાજુના ખેતરમાં મજૂરી કરી રહેલા મજૂરનું બાળક ચણા ખાવા આવ્યું હતું. બાળકનું નામ રાજુ છે. ખાડો ખોદી બાળક સુધી પહોંચવાની કોશિષ ચાલુ છે.
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ શું કહ્યું
જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં અઢી વર્ષનું બાળક પડ્યાની જાણ થઈ છે. સ્થાનિક પ્રશાસન બાળકને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યું છે. મેં મારા પ્રયાસથી એક રોબર્ટ તાત્કાલિક પહોંચે તેવા પ્રયાસ કર્યા છે. અમરેલીથી એક રોબોટ પણ બાળકને બહાર કાઢવા પહોંચી રહ્યો છે. NDRFનો સંપર્ક કરતા તેને 5 કલાક જેટલો સમય લાગશે. ખેતમજૂરનું અઢી વર્ષનું બાળક બોરવેલમાં પડ્યું છે. સાંજે 6 કલાક આસપાસ આ બનાવ બન્યો છે.
થોડા દિવસ પહેલા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકી ફળિયામાં રમતી હતી, તે અચાનક બોરવેલમાં પડતા સ્થાનિક લોક દોડી આવ્યા અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. બાળકીને કલાકોની જહેમત બાદ બોરવેલમાંથી કાઢવામાં આવી હતી, જે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ પહેલા વડોદરાના છાણીમાં બાળકી બોરવેલમાં ગરકાવ થઇ ગઇ હતી. કન્સ્ટ્રક્શન સાઈટ પાસેના બોરવેલમાં બાળકી પડી હતી. શ્રમિકની બાળકી રમતા-રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બાળકીનું રેસ્ક્યૂ કર્યું હતું. કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યું હતું.